તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
ગુજરાતમાં આવકવેરા ખાતું સાબદું: સુરતમાં ટેક્સટાઇલના મોટા ગ્રુપ ઐશ્વર્યા ઉપર આઈટી ત્રાટકયું: કોલ બિઝનેસ ગ્રુપના મોરબીમાં આવેલા સીરામીક ઉપર પણ તપાસ ચાલુ

ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થયાની સાથે જ ઇન્કમટેક્સ એક્શન મોડમાં આવી ગયેલ છે. સુરતમાં ટેક્સટાઇલના મોટા ગ્રુપ પર આવકવેરા ખાતુ ત્રાટક્યું હોવાના અહેવાલ મળે છે.
સુરતના એશ્વર્યા ગ્રુપ ઉપર આઇટીના બરોડા પડ્યા છે. આવકવેરા ખાતાએ એક સાથે બાર જગ્યા પર દરોડા અને સર્વેક્ષણની કાર્યવાહી હાથ ધરી છે.
એશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલ કોલના ધંધાર્થીને ત્યાં પણ તવાઈ આવી છે. કોલ બિઝનેસ ગ્રુપના મોરબીમાં આવેલા સીરામીક ઉપર પણ તપાસ ચાલુ હોવાના અહેવાલ મળે છે.
મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના દર્શાવાઇ રહી છે.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
