તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Thursday, 9th May 2024
ચૂંટણી પૂરી... IT એકશનમાં: સુરત - મોરબીમાં દરોડા
ટેક્સટાઇલ - સીરામીકની કંપની ઉપર સવારથી કાર્યવાહી : ઐશ્વર્યા ગ્રુપ ઉપર તપાસ

રાજકોટ તા. ૯ : લોકસભાની ચૂંટણી પૂર્ણ થયાના ૪૮ કલાકમાં જ ઇન્કમટેક્ષ વિભાગ એકશનમાં આવ્યું છે. લાંબા સમયના વિરામ બાદ ઇન્કમટેક્ષ વિભાગે આજે સવારથી સુરત અને મોરબી સહિતના અનેક વિસ્તારોમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળતી વિગત મુજબ આજે સવારથી સુરતની ઇન્વેસ્ટીગેશન વિંગ ઓફ ઇન્કમટેક્ષ દ્વારા સુરતમાં ટેકસટાઇલ અને સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપની ઉપર દરોડાની કાર્યવાહી હાથ ધરેલ છે. આવકવેરા વિભાગ દ્વારા ૧૦થી વધુ સ્થળોએ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરતનું ઐશ્વર્યા ગ્રુપ ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરતમાં પડેલા આવકવેરાના દરોડાના કનેકશનમાં મોરબી ખાતે આવેલ સીરામીક ફેકટરીમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
