તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
દિલ્હીમાં ઇફકોના મતદારનો પ્રારંભઃ થમ કલાકમાં ૮૦ મત પડયા
જયેશ રાદડિયા અને બિપીન પટેલ વચ્ચે સ્પર્ધા

દિલ્હીમાં ઇફકોની ચૂંટણીના મતદાન વખતે ઉપસ્થિત ઉમેદવારો જયેશ રાદડિયા અને બિપીન પટેલ સહકારી અગ્રણી દિલીપ સંધાણી, ગોરધન ધામેલિયા વગેરેની તસ્વીર.
રાજકોટ, તા. ૯ : જાણીતી સહકારી સંસ્થા ઇફકોના બોર્ડ ઓફ ડીરેકટર્સમાં ગ્રામીણ સહકારી મંળી વિભાગની ૧ બેઠક માટે આજે સવારે ૧૦ વાગ્યાથી દિલ્હીમાં મતદાન થઇ રહ્યું છે. પ્રથમ કલાકમાં ૮૦ મત પડયા છુ. કુલ ૧૮૧ મતદારો છે. ત્રિપાંખીયા જંગમાં મુખ્ય સ્પર્ધા રાજકોટ જિલ્લાના જયેશ રાદડિયા અને અમદાવાદના બિપની પટેલ વચ્ચે છે બન્ને ભાજપના જ છે. ૩ વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ મત ગણતરી થશે. કાલે ચેરમેનની ચૂંટણી છે.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
