<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

સુરત શ્રી સ્‍વામીનારાયણ મંદિરે રજતજયંતિ અને પંચાબ્‍દી મહોત્‍સવ

રાજકોટ, તા.૯: સુરતના પ્રવેશ દ્વાર સમા વરાછા રોડ પર છેલ્લા ૨૫ વર્ષથી સામાજીક- ધાર્મિક અને આધ્‍યાત્‍મિક કાર્યોની અહલેક જગાવાનું શ્રી સ્‍વામિનારાયણ મંદિર - કલાકુંજ આવેલ છે. આ મંદિરમાં બિરાજતો મંગળ મુર્તિ શ્રી ઘનશ્‍યામ મહારાજનો પ્રતિષ્‍ઠાને તા.૧૬ના ૨૫ વર્ષ પૂર્ણ થતાં હોય. આ નિમિતે મહંત પ.પૂ. સદ. શ્રી નીલકંઠચરણ દાસજી સ્‍વામીની શુભ પ્રેરણાથી તા. ૧૦ થી મે ૨૦૨૪ દરમિયાન શ્રી સ્‍વામિનારાયણ મિશન લસકાણા પાથે ભવ્‍ય રીતે રજત જયંતી મહોત્‍સવ ઉજવામાં આવનાર છે સાથો સાથ સ્‍વામિનારાયણ મિશન મંદિર માં બિરાજતા ભક્‍તિનંદન શ્રી ઘનશ્‍યામ મહારાજ ને પાચ વર્ષ પુર્ણ થતાં હોય પંચાબ્‍દિ મહોત્‍સવ ઉજવવામાં આવનાર છે.

મહોત્‍સવ દરમિયાન તા.૧૨ના રોજ સમાજ સેવાનાં ભાગરૂપે ફ્રી આરોગ્‍યલક્ષિ કેમ્‍પ, રક્‍ત દાન કેમ્‍પ. બ્રાહ્મણ બટુકોને યગ્ન પવિત સંસ્‍કાર સાથે બ્રહમચોર્યશી અને સંત સમેલન જેવા આયોજન કરવામાં આવેલ છે.

મહોત્‍સવનાં પ્રેરક અને મહંત શ્રી પ.પૂ. સદ. શ્રી નીલકંઠચરણ દાસજી સ્‍વામી નાં વક્‍તા પદે દરોજ સાંજે ૪ થી ૭ ભક્‍તચિંતામણી ગ્રંથની કથા થશે અને ગુજરાતના લોકપ્રિય યુવા કથાકાર શાષાી શ્રી હરિપ્રકાશદાસજી સ્‍વામી- સારંગપુર વાળાનાં વક્‍તા પદે દરોજ રાત્રે ૯ થી ૧૧:૩૦ દરમિયાન શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરવશે.

મહોત્‍સવના પ્રારંભે એક હજાર પોથી/ એક હજાર કળશ, એક હજાર જુવારા સાથે ભવ્‍ય પોથી યાત્રા નિકળશે સમગ્ર મહોત્‍સવમાં વડતાલ પીઠધીપતિ આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી મહારાજ ઉપસ્‍થિત રહેશે

(3:04 PM IST)