તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
વડોદરામાં પ્લાસ્ટીકના દાણા ભરેલા ટ્રકની તપાસ કરતા રૂ .૯ લાખનો વિદેશી દારૂ ઝડપાયો
ગ્રામ્ય એલસીબીની ટીમને સફળતાઃ ડ્રાયવરની ધરપકડ

વડોદરા,તા. ૯: વડોદરામાં એલસીબી દ્વારા પ્લાસ્ટીકના દાણા વચ્ચે સંતાડીને વિદેશી દારૂ લઈ જતા હતા ત્યારેᅠ પોલીસે કરી તેની ધરપકડ કરી હતી અને તે વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં જઈને ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. અને દારૂ ક્યાથી લાવ્યા અને ક્યા લઈ જવાનોને તે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.ᅠ
ગુજરાતમાં આમતો દારૂ બંધી છે પણ ગુજરાતમાં રોજબરોજ દારૂનો જથ્થો પકડવામાં આવે છે. બસ આવો એક બનાવ બન્યો હતો. વડોદરામાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા માહિતી મળી હતી કે લોકો ગેરકાયદેસર રીતે દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે.ᅠ
ત્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્લાસ્ટીકના દાણા વચ્ચે સંતાડીને વિદેશી દારૂનો એક મોટો જથ્થો પકડવામાં આવ્યો છે. તેથી તેની સામે જરોદ પોલીસ મથકમાં પ્રોહીબીશન સાથે ગુનો નોંધવામાં આવ્યો છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા ગ્રામ્ય એલસીબી પ્રોહીબીશન અને જુગારના કેસો શોધી કાઢવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. તેવામાં તાજેતરમાં ગ્રામ્ય એલસીબીના પીએસઆઇ તથા ટીમ હાઇવે પર પેટ્રોલિંગમાં હતા. તેવામાં એલસીબીની ટીમને બાતમી મળી કે, ગેરકાયદેસર દારૂનો જથ્થો ભરીને ટ્રક ગોધરાથી વડોદરા તરફ આવી રહ્યો છે. જેને ધ્યાને રાખીને ટીમ હાલોલ વડોદરા રોડ પર આમલીયારા બસ સ્ટેન્ડ પાસે વોચમાં ગોઠવાઇ હતી.
વિદેશી દારૂ વડોદરમાં ગેરકાયદેસર લઈ આવતા બાતમી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મળી હતી. ત્યારે રસ્તા ઉપરથી આવતી ટ્રક ચાલકને પોલીસ રોકી હતી. તે ટ્રકના ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી હતી.
તેને પોલીસ પુછપરછ કરી તો તેને કહ્યુ કે આ ટ્રકમાં પ્લાસ્ટીકના દાણા છે. અને પોલીસ તપાસ કરતા ખબર પડીᅠ કે પ્લાસ્ટીકના દાણાનાં અંદર વિદેશી દારૂ છુપાયેલો હતો. તેથી ટ્રક અને ટ્રકના ડ્રાઈવરની ધરપકડ કરીને પોલીસ આગળ તપાસ કરી છે. કે આ માલ ક્યા અને કોને આપવાનો હતો. તેની તપાસ કરીᅠ રહ્યુ છે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
