<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

વડોદરામાં ૩૦ મિનિટમાં ૩ વિસ્‍તારમાંથી ૩ લોકોના ગળામાંથી સોનાના ચેનની લૂંટઃ બાઇકર ગેંગ ફરાર

વડોદરા,તા. ૯: વડોદરામાં આજે વહેલી સવારે મોર્નિંગ વોક કરવા જતા લોકોના ગળામાંથી ૩૦ મિનિટના અંદર ત્રણ સ્‍થળો ઉપરથી સોનાનો દોરો તોડીને બાઈકર્સ ગેંગ ફરાર થઈ ગઈ હતી. એક વૃદ્ધના ગળામાં ૩ તોલાનો અછોડો પણ હતો. આ વાતની જાણ પોલીસ દ્વારા કરવામાં આવી ત્‍યારે પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અને બાઈકર્સ ગેંગને પકડવાની કામગીરી થઈ રહી છે.

શહેરોમાં અમુક લોકો બાઈક ઉપર આવતા હોય છે. અને રસ્‍તા ઉપર ચલાતા લોકોના ગળામાં પહેરેલા કિંમતી સોનાના દાગીના લઈને ફરાર થઈ જતા હોય છે. બસ આવો બનાવ વડોદરામાં બન્‍યો હતો. આજે વહેલી સવારે વડોદરામાં ત્રણᅠ જગ્‍યાએ સોનાના દોરા તોડી બાઈકર્સ ગેંગ ફરાર થઈ ગઈ હતી. અને સીસીટીવીના આધારે પોલીસ તેની તપાસ કરી રહી છે.

વડોદરામાં આજે વહેલી સવારે અનેક વિસ્‍તારોમાંથી ગળામાંથી સોનાના દોરા તોડી ફરાર થતા બાઈકર્સ ગેંગ જેમાં નિઝામપુરા, રાજમહેલ રોડ ઉપર આજે સવારે લોકો મોર્નિંગ વોક કરવા જતા હતા. ત્‍યારે તે તકનો લાભ લઈને બાઈકર્સ ગેંગ તેમના ગળામાંથી સોનાના ચેન તોડીને ફરાર થઈ ગયા હતા. અને એક વૃદ્ધ સવારના પોરમાં ચાલવા જતા હતા ત્‍યારે તેમના ગળામાંથી ત્રણ તોલા અછોડો તોડીને જતા રહ્યા હતા. કેટલાક શંકાસ્‍પદ લોકોને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

(3:34 PM IST)