તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
ઊંચી રકમનું કારનુ ભાડુ આપવાની લાલચ આપી ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાંથી કરોડોની છેતરપિંડી કરનાર ગેંગ અમરેલીમાં ઝડપાઈ : ૩.૭૬ કરોડનો મુદ્દામાલ જપ્ત
આરોપીઓ ઊંચું ભાડું આપવાની લાલચ આપતા હતા અને નવી કાર લેવડાવી આ કાર ભાડે રાખતા થોડા સમય ભાડું ચૂકવ્યા બાદ આ ટોળકી કાર માલિકની જાણ બહાર અન્યને ગીરવે મૂકી દેતા અનેક કારના બદલામાં રકમ મેળવી બાદમાં કાર માલિકને કાર ભાડું આપવાનું બંધ કરી અસંખ્ય કાર માલિકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા હતા. આરોપીઓએ ૭૦ થી વધુ કાર મેળવી હોવાની વિગતો ખુલ્લી

(અરવિંદ નિર્મળ-જગદીશ ઝાંખરા દ્વારા) અમરેલી-રાજુલા તા.૯ : ઊંચી રકમે કારનુ ભાડુ આપવાની લાલચ આપી ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાંથી કરોડોની છેતરપિંડી કરનાર ગેંગને પકડી પાડવામાં આવી છે.પોલીસે ૨૮ કાર સહિત ૩.૭૬ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.અમરેલી એલસીબી તથા અમરેલી રૂરલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલી જિલ્લાના વિઠ્ઠલપુર ખંભાળિયા ગામના લાલજીભાઈ રમેશભાઈ મકવાણાને ઊંચું ભાડું આપવાની લાલચ આપીને છેતરપિંડી કરી હતી. જે અંગે ફરિયાદ કરવામાં આવી હતી. જેથી પોલીસે તપાસ હાથ ધરીને સુરત પંથકના ૪ ચાર શખ્સો અલ્પેશ ઉર્ફે જાડો ઉર્ફે જાડિયો જગદીશચંદ્ર ઉર્ફે ચંદ્રકાંત રતિલાલ જરીવાલા, મયુર ઉર્ફે સની વસંતભાઈ સાડીસ, યોગેશ વિનુભાઈ પટેલ,મીત ચંદ્રકાંતભાઈ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે.
ઝડપાયેલા આરોપીઓ ઊંચું ભાડું આપવાની લાલચ આપતા હતા અને નવી કાર લેવડાવી આ કાર ભાડે રાખતા હતા. થોડા સમય ભાડું ચૂકવ્યા બાદ આ ટોળકી કાર માલિકની જાણ બહાર અન્યને ગીરવે મૂકી દેતા અનેક કારના બદલામાં રકમ મેળવી બાદમાં કાર માલિકને કાર ભાડું આપવાનું બંધ કરી અસંખ્ય કાર માલિકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા હતા. આરોપીઓએ ૭૦ થી વધુ કાર મેળવી હોવાની વિગતો ખુલ્લી છે.
પોલીસે (૧) એક સુઝુકી કંપનીની અર્ટીગા કાર રજી.નં.જી.જે.૨૭.ઈડી. ૩૩૧૭ કિ.રૂ.૧૨,૮૫,૦૦૦/-
(૨) એક કીયા કંપનીની ઠેરેન્સ કાર રજી.નં.જીજે.૨૭, ઈડી. ૮૨૬૪ કિ.રૂ. ૧૯,૦૦,૦૦૦/- (૩) એક સુઝુકી કંપનીની અીંગા કાર રજી.નં.જીજે. ૧૪. બીએ.૯૩૯૪ કિ.રૂ. ૧૨,૮૫,૦૦૦/-
(૪) એક સુઝુકી કંપનીની વેગેના આર કાર રજી, નં. જીજે, ૧૪, બીડી. ૧૪૭૧ કિ.રૂ.૭,૨૫,૦૦૦/-
(૫) એક સુઝુકી કંપનીની બ્રેજા કાર રજી.નં.જીજે, ૦૧.ડબલ્યુ.યુ. કિ.રૂ. ૧૨, ૮૫,૦૦૦/-
(૬) એક સુઝુકી કંપનીની સ્વીફ્ટ કાર રજી.નં.જીજે.૧૪.બી.ડી.૦૪૯૪ કિ.રૂ.૯, ૭૫,૦૦૦/-
(૭) એક સુઝુકી કંપનીની સ્વીફ્ટ ડીઝાયર કાર રજી.નં.જીજે. ૧૪.બી.ડી. ૯૬૬૪ કિ.રૂ.૧૦,૫૦,૦૦૦/-
(૮) એક હોન્ડા કંપનીની અમેજ કાર રજી.નં.જીજે.૦૬,એલ.કે. ૬૧૫૪ કિ.રૂ.૭,૮૫,૦૦૦/-
(૯) એક મહીન્દ્રા કંપનીની બોલેરો પીકઅપ કાર રજી.નં.જીજે.૩૬.વી.૩૫૮૮ કિ.રૂ.૭,૫૦,૦૦૦/-
(૧૦) એક હુન્ડાઈ કંપનીની ઓરા કાર રજી.નં.જીજે.૦૫.આર.ડબલ્યુ. ૯૦૮૮ કિ.રૂ.૮,૩૫,૦૦૦/-
(૧૧) એક સુઝુકી કંપનીની સ્વીફ્ટ કાર રજી.નં.જીજે.૦૫.આર.૬બલ્યુ. ૬૭૦૫ કિ.રૂ.૮,૧૫,૦૦૦/- (૧૨) એક સુઝુકી કંપનીની સ્વીફ્ટ કાર રજી.નં.જીજે.૦૩.એન. એફ. ૨૪૦૭ કિ.રૂ.૧૦,૧૫,૦૦૦/-
(૧૩) એક સુઝુકી કંપનીની બલેનો કાર રજી.નં.જીજે.૦૫, આર.વી.૭૩૬૫ કિ.રૂ.૯,૩૫,૦૦૦/-
(૧૪) એક સુઝુકી કંપનીની અટીંગા ૧ કાર રજી.નં.જીજે.૦૪.ઇ.ઇ.૯૬૫૮ કિ.રૂ. ૧૩,૭૫,૦૦૦/-
(૧૫) એક મહીન્દ્રા કંપીની XL/700 કાર રજી.નં.જીજે. ૧૦.ડી.એન. ૮૪૨૪ કિ.રૂ.૨૭,૦૦,૦૦૦/-
(૧૬) એક ટોયટો કંપનીની ફોરચ્યુનર કાર રજી.નં.જીજે.૧૪.બી.ડી. ૮૨૫૩ કિ.રૂ.૪૫,૦૦૦,૦૦૦/- ( ૧૭) એક ટોયટો કંપનીની ઈનોવા ક્રિટા કાર રજી.નં.જીજે.૧૬.સી.બી. ૫૯૫૮ કિ.રૂ.૨૭,૦૦,૦૦૦/
(૧૮) એક હુન્ડાઈ કંપનીની એસ્ટર કાર રજી.નં.જીજે. ૧૪.બીડી. ૪૨૮૨ કિ.રૂ.૯,૫૦,૦૦૦/-
(૧૯) એક સુઝુકી કંપનીની બ્રેજા કાર રજી.નં.જીજે. ૧૪. બી.ડી.૪૩૭૧ કિ.રૂ. ૧૪,૫૦,૦૦૦/- (૨૦) એક સુઝુકી કંપનીની બ્રેજા કાર રજી.નં.જીજે.૧૪.બી.ડી.૩૫૦૯ કિ.રૂ.૧૨,૫૦,૦૦૦/-
(૨૧) એક સુઝુકી કંપનીની બલેનો કાર રજી.નં.જીજે.૦૩.એન.એફ.૯૬૦૫ કિ.રૂ.૧૦,૧૫,૦૦૦/- (૨૨) એક ટાટા કંપનીની અલ્ટ્રોજ કાર રજી.નં.જીજે.૧૪, બી.ડી.૪૬૧૬ કિ.રૂ.૧૦,૬૪,૦૦૦/-
(૨૩) એક ટાટા કંપનીની અલ્ટ્રોજ કાર રજી. નં. જીજે. ૧૪, બીડી, ૩૨૧૪ કિ.રૂ.૯,૧૦,૦૦૦/-
(૨૪) એક સુઝુકી કંપનીની સ્વીફ્ટ ડીઝાયર કાર રજી.નં.જીજે.૧૪.બી.ડી. ૬૩૨૪ કિ.રૂ.૧૦,૫૦,૦૦૦/-
(૨૫) એક સુઝુકી કંપનીની હ્ર૧.૬ કાર રજી.નં.જીજે, ૦૪.ઈજે.૨૭૯૬ કિ.રૂ.૧૩, ૭૫,૦૦૦/-
(૨૬) એક કીયા કંપનીની કેરેન્સ કાર રજી.નં.જીજે, ૦૪.ઈ.ઈ.૮૪૩૧ કિ.રૂ.૧૯,૦૦,૦૦૦/-
(૨૭) એક સુઝુકી સ્વીફટ ડીઝાયર કાર રજી.નં. જી.જે. ૧૪, બી.ડી.૦૮૧૪ કિ.રૂ.૧૦,૫૦,૦૦૦/-
(૨૮) એક યુઝુકી વેગનઆર કાર રજી.નં.જીજે. ૧૪.બી.ડી.૨૮૦૬ કિ.રૂ.૭,૨૫,૦૦૦/ મળી કુલ ત્રણ કરોડ છોતેર લાખ ચોપન હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ કામગીરી ભાવનગર રેનજ ગૌતમ પરમાર ભાવનગર રેન્જ અને અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહની સુચનાથી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ. પટેલ તથા પો.સ.ઇ. એમ.બી. ગોહિલ તથા અમરેલી એલ.સી.બી. ટીમ તથા અમરેલી રૂરલ પો.સ્ટે. ઇ.ચા. પો.ઇન્સ આર.જી. ચૌહાણ તથા અમરેલી રૂરલ પો.સ્ટે. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
