<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

ઉદ્યોગપતિ કે વગદાર રાજકારણી માટે નહિ, સામાન્ય મજુરની માસૂમ બાળકી કોઈ ભેળિયાનો શિકાર ન બને તેવા હેતુથી સીપી જ્ઞાનેન્દ્રસિહ મલ્લિકની ટીમે પોલિસના ધાડા ટેકનિકલ સર્વેલન્સ ટીમો મેદાને ઉતારી દીધેલ

હેડ કોન્‍સ્‍ટેબલ ઘનશ્‍યામદાન ગઢવીની માનવતાથી પ્રભાવિત બની સેક્‍ટર વડા બ્રજેસ ઝા, ડીસીપી રવિ સેનીનાં માર્ગદર્શનમાં એસીપી પ્રદીપસિંહ જાડેજા ટીમની કાબિલેદાદ કામગીરી

રાજકોટ તા. ૯ : સામાન્ય મજુર પરિવારની ૩ વર્ષની નાનકડી રેઢી મળી આવેલ પુત્રી કોઈ કાળા મેંઢાજેવા તત્વોનાં હાથમાં ન જાય અને બાળકી સાથે અઘટિત ન બને તે માટે પોલીસમેનથી માંડી અને પોલીસ કમિશનર હોય કે પછી જોઇન્ટ પોલીસ કમિશનર કે નાયબ પોલીસકમિ'ર આ તમામના માર્ગદર્શનમાં જે માનવીય કાર્યવાહી કરી તે વાત આમ તો બિલકુલ નાની છે, પણ તેનો મર્મ ખૂબ મોટો છે તેમ જેના નેતૃત્વ હેઠળ આ કાર્યવાહી થયેલ છે, તેવા અમદાવાદ જે ડિવિઝન એસીપી ઙ્કદીપસિંહ જાડેજા દ્વારા જણાવ્યું છે , તો ચાલો આખો ઘટના ક્રમ જાણીએ.

અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી જ્ઞાનેન્દ્રસિંઘ મલિક, સંયુકત પોલીસ કમિશનરશ્રી બ્રજેશ ઝા તથા નાયબ પોલીસ કમિ'ર ઝોન ૦૬ શ્રી રવિ મોહન સૈની દ્વારા સામાન્ય ઙ્કજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને ઙ્કપોલીસ ઙ્કજાનો મિત્ર છેઙ્ખ એ સૂત્ર સાર્થક બને તેવા ઙ્કજા કલ્યાણ તથા ઙ્કજા ઉપયોગી કાર્યવાહી કરવા તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે.

 તા. ૦૭.૦૫.૨૦૨૪ ના રોજ અમદાવાદ શહેર ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી અંગેનો બંદોબસ્ત હોઈ, ઈસનપુર પોલીસ સ્ટેશનના હે.કો. ઘનશ્યામ દાન ગઢવી પોતાની ફરજ પૂરી કરી, ચૂંટણી ની સતત ૪૮ કલાકની ફરજ બજાવી, રાત્રે નવ વાગ્યા આસપાસ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. જે દરમ્યાન મણિનગર ભૈરવનાથ મનોકામેશ્વર મહાદેવ મંદિર નજીકમાં એક ત્રણ વર્ષની બાળકી ને રડતા જોઈ, ઘનશ્યામ દાન ગઢવી પોતાની ફરજના કલાકો નહિ, પરંતુ પોલીસ તરીકેની  સમાજ ઙ્કત્યેની પોતાની ફરજને પ્રાધાન્ય આપી, ઘરે જવાને બદલે બાળકીને પોતાની સાથે ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ, ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એસ જાડેજા તથા સ્ટાફને જાણ કરી, બાળકી નાની ઉંમરની હોઈ, પોતાનું સરનામું કે નામ તેમજ માતાપિતાનું નામ જણાવતી નાં હોઈ, ઈસનપુર પોલીસને તેના માતાપિતા ને શોધવા એક કોયડો બની ગયો હતો, જે બાબતની તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

બનાવની ગંભીરતાને ધ્યાને લઇ,  અમદાવાદ શહેરના નાયબ પોલીસ કમિ'ર શ્રી રવિ મોહન સૈની તથા જે ડિવિઝન ના એસીપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એસ.જાડેજા, પીએસઆઈ પી.જી.ચાવડા તથા સ્ટાફનાં હે.કો.ઘનશ્યામ દાન, મનીષભાઈ દેસાઈ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરી, વોટસએપ ગ્રુપમાં મેસેજો કરી, પોલીસ સ્ટેશન નજીકના રહીશોની મદદ મેળવી, બાળકીને પોતાની દીકરી માફક રાખી, નાસ્તો જમવાનું આપી, બાળકીને પોલીસ વાનમાં બેસાડી, આજુ બાજુના વિસ્તારમાં ફરી, મસ્જિદોમાં બાળકી ગુમ થયા બાબતનું એલાન પણ કરાવાવમાં આવેલ હતું. ઈસનપુર પોલીસની ત્વરિત સહિષ્ણુતા પૂર્વકની કાર્યવાહી કરવામાં આવતા,  ઈસનપુર સોનીના ખેતરમાં રહેતા બિહાર રાજ્યના મજુર વર્ગના પરિવારને કાઢવામાં આવેલ હતો અને બાળકીને હેમખેમ પરિવારને સુપ્રત કરવામાં આવેલ હતી. ઈસનપુર પોલીસ દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં આવેલ ના હોત અને સંવેદના વ્યકત કરવામાં આવેલ ના હોત તો, પરિવાર બાળકીને શોધતો રહેલ હોત. આમ, ઈસનપુર પોલીસની સમયસૂચકતા અને તાત્કાલિક કાર્યવાહીના કારણે બાળકીનું તેના પરિવાર સાથે મિલન થયેલ હતું.

ઈસનપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા પરિવારજનોને બોલાવી, બાળકીનો કબ્જો સોંપવામાં આવતા, પરિવારજનો બાળકીને ભેટીને રડવા લાગેલ અને ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે ભાવવાહી દૃશ્યો સર્જાયેલ હતા. ઈસનપુર પોલીસ દ્વારા સમયસૂચકતા વાપરી, ત્વરિત કાર્યવાહી કરી, બાળકીને તેના પરિવારજનોને શોધી, તેઓની સાથે મિલન કરાવી આપતા, બાળકીના પરિવારજનો દ્વારા અમદાવાદ શહેર પોલીસનો આભાર વ્યકત કરવામાં આવેલ હતો. ઈસનપુર પોલીસ દ્વારા પણ પોતાના બાળકોનું ધ્યાન રાખવા, પરિવારજનોને વિનંતી કરવામાં આવેલ હતી.

અમદાવાદ શહેરના સંયુકત પોલીસ કમિ'ર શ્રી બ્રજેશ ઝા તથા નાયબ પોલીસ કમિ'ર શ્રી રવિ મોહન સૈની નાં માર્ગદર્શન હેઠળ રાત્રીના સમયે ૪૮ કલાક જેટલો લાંબો બંદોબસ્ત કરીને થાકી ગયેલ હોવા છતાં, બાળકીની સલામતીનો વિચાર કરી, હે.કો.ઘનશ્યામ દાન ગઢવી દ્વારા તાત્કાલિક કાર્યવાહી આધારે પરિવારજનોને શોધી કાઢી, પરિવાર સાથે મિલન કરાવી, સોંપવાની કાર્યવાહી કરી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર અમદાવાદ શહેર પોલીસએ સાર્થક કર્યું હતું.

બનાવની ગંભીરતાને ધ્યાને લઇ, અમદાવાદ શહેરના નાયબ પોલીસ કમિ'ર શ્રી રવિ મોહન સૈની તથા જે ડિવિઝન ના એસીપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એસ.જાડેજા, પીએસઆઈ પી.જી.ચાવડા તથા સ્ટાફનાં હે.કો.ઘનશ્યામ દાન, મનીષભાઈ દેસાઈ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરી, વોટસએપ ગ્રુપમાં મેસેજો કરી, પોલીસ સ્ટેશન નજીકના રહીશોની મદદ મેળવી, બાળકીને પોતાની દીકરી માફક રાખી, નાસ્તો જમવાનું આપી, બાળકીને પોલીસ વાનમાં બેસાડી, આજુ બાજુના વિસ્તારમાં ફરી, મસ્જિદોમાં બાળકી ગુમ થયા બાબતનું એલાન પણ કરાવાવમાં આવેલ હતું. ઈસનપુર પોલીસની ત્વરિત સહિષ્ણુતા પૂર્વકની કાર્યવાહી કરવામાં આવતા, ઈસનપુર સોનીના ખેતરમાં રહેતા બિહાર રાજ્યના મજુર વર્ગના પરિવારને કાઢવામાં આવેલ હતો અને બાળકીને હેમખેમ પરિવારને સુપ્રત કરવામાં આવેલ હતી. ઈસનપુર પોલીસ દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં આવેલ ના હોત અને સંવેદના વ્યકત કરવામાં આવેલ ના હોત તો, પરિવાર બાળકીને શોધતો રહેલ હોત. આમ, ઈસનપુર પોલીસની સમયસૂચકતા અને તાત્કાલિક કાર્યવાહીના કારણે બાળકીનું તેના પરિવાર સાથે મિલન થયેલ હતું

(5:31 PM IST)