<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

'ઇફકો'માં રાદડિયા કે પટેલ ? મતદાન પૂર્ણ : બપોર પછી પરિણામ

કુલ ૧૮ર મતદારો પૈકી ૧ વાગ્યા સુધીમાં ૧૮૦નું મતદાન : ભાજપના જ બે બળવાનો વચ્ચે જંગ : સહકારી ક્ષેત્રે ચર્ચાસ્પદ ચૂંટણી : કાલે ચેરમેનની પસંદગી

દિલ્હીમાં ઇફકોની ચૂંટણીના મતદાન વખતે ઉપસ્થિત ઉમેદવારો જયેશ રાદડિયા અને બિપીન પટેલ સહકારી અગ્રણી દિલીપ સંઘાણી, ગોરધન ધામેલિયા, અરવિંદ તાળા વગેરેની તસ્વીર.

રાજકોટ, તા. ૯ :  ઇન્ડીયન ફાર્મર્સ ફર્ટીલાઇઝર કો-ઓપરેટીવ લિ. (ઇફકો) ના બોર્ડ ઓફ ડીરેકટર્સની ૭ બેઠકો માટેઆજે દિલ્હીમાં મતદાન થઇ રહ્યું છે. જેમાં ગુજરાતની ગ્રામીણ સહકારી મંડળી વિભાગની ૧ બેઠકનો સમાવેશ થાય છે. મતદાનનો સમય સવારે ૧૦ થી બપોરે ૩ વાગ્યા સુધીનો છે. મોડાસાના જયંત પટેલ સહિત કુલ ૧ર ઉમેદવારો મેદાને છે. જેમાં મુખ્ય સ્પર્ધા અમદાવાદના બિપીન પટેલ અને રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન ધારાસભ્ય જયેશ રાદડિયા વચ્ચે દેખાય છે. બીપીન પટેલને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની પસંદગીના મનાતા બિપીન પટેલ અને પાર્ટીના મેન્ડેટ વિરૂદ્ધ મેદાને પડેલા ગણાતા જયેશ રાદડિયાએ જીતના દાવા કર્યા છે. ૩ રાદડિયાએ જીતના દાવા કર્યો છે. ૩ વાગ્યા પછી મત ગણતરી શરૂ થશે. ૪ વાગ્યા આસપાસ પરિણામ આવી જવાની ધારણા છે. પ્રાથમિક દૃષ્ટિએ રાદડિયાનું પલ્લુ ભારે જણાય છે.

આજે દિલ્હી ખાતે ઇફકો ના ડિરેકટર પદની ચૂંટણી યોજાવાની હોય ભાજપના જ બંને ઉમેદવારોએ પોતાના સમર્થનમાં રહેનાર સભ્યોને દિલ્હી પહોંચાડી દીધા હતા.

રાદડિયાએ તેમના હાલ ૯ર સભ્યોને દિલ્હીની હોટલમાં ઉતારો આપ્યો છે. જેવો રાત્રે રાજકોટના પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયાના બંગલે રાત્રી ભોજન માટે ભેગા થયા હતા. જયાં દિલીપભાઇ સંધાણી મોહનભાઇ કુંડારીયા, વિરજીભાઇ ઠુંમર, જયેશભાઇ રાદડિયાના સહિતના અગ્રણીઓ પણ હાજર હતા. સૌરાષ્ટ્રના ૯ર સભ્યો ઉપરાંત જયેશભાઇ રાદડિયાના જણાવ્યા મુજબ ગુજરાત વિસ્તારના પણ રપ થી ૩૦ સભ્યોનો તેમને ટેકો હોવાનું જણાવ્યું છે. જયારે ભાજપે જેને મેન્ડેડ આપ્યો છે તે ઉમેદવાર બિપીનભાઇ પટેલ પણ જીતનો દાવો કરી રહ્યા છે. દિલીપ સંઘાણીના આશીર્વાદ જયેશ રાદડિયા સાથે છે. બપોરે ૧ વાગ્યા સુધીમાં ૧૮ર માંથી ૧૮૦નું મતદાન થઇ ગયું છે.

(4:25 PM IST)