<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

રાજ્યમાં ત્રણ દિવસ બાદ વરસાદ આગાહી : પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થશે.

રાજસ્થાન ઉપર બે, મધ્યપ્રદેશ ઉપર એક અને અરબ સાગર પર એક સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદની સંભાવના

અમદાવાદ : રાજ્યમાં ત્રણ દિવસ બાદ  વરસાદ આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ત્રણ દિવસ બાદ પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થશે. જેને લઈને 11 મે બાદ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. રાજસ્થાન ઉપર બે, મધ્યપ્રદેશ ઉપર એક અને અરબ સાગર પર એક સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદની સંભાવના છે. 

11 મેના રોજ નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પવન સાથે વરસાદ વરસશે. જ્યારે, 12 મેના અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર,નર્મદા, તાપી, ડાંગ, વલસાડ અને દમણમાં વરસાદી માહોલ રહશે. 13 મે ના પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

  બે દિવસ અમદાવાદ 43 ડિગ્રી  તાપમાન રહેવાનું અનુમાન રાજ્યના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે, જ્યારે ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન રહેશે તેમ જણાવ્યું હતું.

  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, 10 થી 14 મે વચ્ચે ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરુ થશે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટી દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ વરસે તેવી શક્યતા છે. 

 આ સમય દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતા છે. ચોમાસાને લઈને અંબાલાલ પટેલે અનુમાન કરતા જણાવ્યુ છે કે કૃતિકા નક્ષત્રમાં જો વરસાદ થાય તો ચોમાસું સારુ રહેશે.

(8:02 PM IST)