<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

IFFCOના ડિરેક્ટર પદે જયેશ રાદડિયાનો ભવ્ય વિજય થયો

IFFCમાં ડિરેક્ટરના પદને લઇ ચૂંટણી યોજાઈ હતીઃકેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની પણ આ ચૂંટણી પર સીધી નજર હતી

રાજકોટ, તા.૯

ભારતની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા IFFCOમાં આજે ડિરેક્ટરના પદને લઇ ચૂંટણી યોજાઈ હતી. ગુજરાતની એક માત્ર બેઠક પર ભાજપના જ ઉમેદવારો સામસામા થતા ભાજપ વિરૃદ્ધ ભાજપનો જંગનો માહોલ જોવા મળ્યો હતો. ડિરેકટરના પદને લઈને જયેશ રાદડિયા વધુ દાવેદાર માનવામાં આવતા હતા. ત્યારે આવમાં જયેશ રાદડીયા ઇફકોના ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે.

ચાર વાગ્યે મતગણતરી શરુ થતા પરિણામ સામે આવ્યું છે, જયેશ રાદડીયાને પક્ષના મેન્ડેટ સામે પડીને ચૂંટણી લડવી ફળી છે.  જયેશ રાદડીયાનો ૧૧૪ મત મેળવતા વિજય થયો છે. આ જીત બાદ ભાજપ સંગઠન માં સારા કરતા મારો પસંદ કરવાની સી આર પાટીલની નીતિ સામે પડેલા જયેશ રાદડિયાની જીત માનવામાં આવે છે.જયેશ રાદડિયા હાલ રાજકોટની જેતપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. આ ઉપરાંત રાદડિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની પણ આ ચૂંટણી પર સીધી નજર હતી. આ ચૂંટણીમાં કુલ ૧૮૨ મતદારો હતા. તેમાં સૌરાષ્ટ્રનું વર્ચસ્વ જોવા મળ્યું છે. એકલા રાજકોટમાં ૬૮ મત હતા.

(8:56 PM IST)