<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

કુંભારીયા કેન્દ્રનું પરિણામ ૯૭.૨ ટકા આવતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ

વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજીઃબનાસકાંઠામાં વિજ્ઞાન પ્રવાહનું ૮૮.૮૩ ટકા પરિણામ આવ્યુ છે જ્યારે સામાન્ય પ્રવાહનું ૯૪.૬૧ ટકા પરિણામ આવ્યા છે

બનાસકાંઠા, તા.૯

આજે ધોરણ - ૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયુ છે. વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ પરિણામ બનાસકાંઠાના કુંભારિયામાં ૯૭.૨ ટકા આવ્યુ છે. બનાસકાંઠા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું ૮૮.૮૩ ટકા પરિણામ આવ્યુ છે.

આજે ધોરણ – ૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયુ છે. વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ પરિણામ બનાસકાંઠાના કુંભારિયામાં ૯૭.૨ ટકા આવ્યુ છે. બનાસકાંઠામાં વિજ્ઞાન પ્રવાહનું ૮૮.૮૩ ટકા પરિણામ આવ્યુ છે. જ્યારે સામાન્ય પ્રવાહનું ૯૪.૬૧ ટકા પરિણામ આવ્યા છે.

બનાસકાંઠા  જિલ્લામાં પણ વિદ્યાર્થીઓમાં હર્ષ ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. વિજ્ઞાન પ્રવાહમાં ૧૦૦ ટકા પરિણામ ધરાવતી ૧૨૭ શાળાઓ છે. વિજ્ઞાન પ્રવાહમાં A ગ્રુપનું પરિણામ ૯૦.૧૧ ટકા,B ગ્રુપનું પરિણામ ૭૮.૩૪ ટકા,AB ગ્રુપનું પરિણામ ૬૮.૪૨ ટકા આવ્યુ છે. જ્યારે નિયમિત વિદ્યાર્થીનું પરિણામ ૮૨.૫૩ ટકા અને નિયમિત વિદ્યાર્થિનીનું ૮૨.૩૫ ટકા પરિણામ આવ્યુ છે.

(8:58 PM IST)