તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
અમદાવાદમાં સામાન્ય તકરારમાં ખૂની ખેલ ખેલાયો :વટવામાં ભાડાની ડિપોઝીટના ઝઘડામાં દંપતીએ કરી મહિલાની હત્યા
ભાડુઆતે ડિપોઝિટ પેટે 30 હજાર આપ્યા બાદ ભાડૂઆતે માલિકને શેડ પરત કરી દીધો.પરંતુ ડિપોઝિટની રકમ અંગે બન્ને વચ્ચે તકરાર ચાલતી હતી

અમદાવાદમાં સામાન્ય તકરારમાં ખૂની ખેલ ખેલાયો છે, .વટવામાં ભાડાનાં ડિપોઝિટની તકરારમાં દંપતીએ મહિલાની હત્યા કરી નાંખી છે
ઘટનાની વિગત મુજબ આરોપી દંપતીનો વટવાના નીલકંઠ એસ્ટેટમાં એક શેડ આવેલો છે.દંપતીએ આ શેડ મૃતક મહિલાના પતિને ભાડે આપ્યો હતો. ભાડુઆતે ડિપોઝિટ પેટે રૂપિયા 30 હજાર આપ્યા હતા. હવે ભાડૂઆતે માલિકને શેડ પરત કરી દીધો.પરંતુ ડિપોઝિટની રકમ અંગે બન્ને વચ્ચે તકરાર ચાલતી હતી. હવે તકરાર એટલી ઉગ્ર થઈ કે. આરોપી દંપતીએ મહિલા પર તલવારથી હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું,..પોલીસે ફરિયાદના આધારે દંપતીની ધરપકડ કરી છે. સામાન્ય ભાડાની તકરારમાં એક જિંદગી હોમાઈ ગઈ
(10:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
