<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

ગરુડેશ્વરના નર્મદા બ્રિજ ઉપરથી અસ્થિર મગજના યુવાન ની મોતની છલાંગ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે આવેલ નર્મદા બ્રિજ ઉપરથી એક અસ્થિર મગજના યુવાને કૂદકો મારતા તેનું મોત નિપજ્યું હતું

   પ્રાપ્ત માહિતી અનુસાર ભોગબનનાર અરૂણભાઈ જેન્તીભાઈ જોગી( ઉ.વ.૩૦)( રહે.વાંસલા તા.ગરૂડેશ્વર જી.નર્મદા )નાઓનુ મગજ થોડા સમયથી અસ્થિર થઇ ગયેલ હતુ અને ગાંડા માણસ જેવુ વર્તન કર્યા કરતા હતા. જેઓ નર્મદા બ્રીજ ઉપરથી કુદકો મારી જતા સરકારી દવાખાના ગરૂડેશ્વર ખાતે સારવાર અર્થે લઇ જતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા ગરુડેશ્વર પોલીસે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

(10:08 PM IST)