<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

ચૈત્ર અમાસ સુલપાણેશ્વરનો મેળો તંત્ર એ બંધ રખાવ્યો છતાં ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટ્યા

સુલપાણેશ્વર મંદિર ટ્રસ્ટ દ્વારા મહાદેવની પૂજા મહાઆરતી અને પાલખી યાત્રા પણ નિયમ મુજબ નીકળી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા નદી કિનારે આવેલ સુલપાણેશ્વર દાદાના મંદિરે ભરાતા ચૈત્ર અમાસના મેળાને સુલપણ ની યાત્રા ગણવામાં આવે છે આ દિને નર્મદા સ્નાન કરી શિવજીની પૂજા આરાધના ભક્તો કરતા હોય છે પરંતુ આ વર્ષે ચૂંટણી હોય લાખોની સંખ્યામાં આવનારા ભક્તોની સુરક્ષા માટે અવ્યવસ્થા સર્જાય એ માટે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુલપાણેશ્વર મંદિરનો ભાતીગળ મેળો આ વર્ષે મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હતો અને મંદિર દ્વારા પૂજા વિધિ કરવાની અને પાલખી યાત્રા કાઢવા ની મંજૂરી આપવામાં આવી હતી. જોકે જાહેરાતના અભાવે મેળો યોજાયો અને ભક્તો પણ મોટી સંખ્યામાં આવ્યા હતા.

   ચૈત્રી ચૌદસ અમાસનો મેળો એકતાનગર સ્થિત ગોરા ગામ ખાતે યોજાયો. જેમાં મહારાષ્ટ્રં ના વેપારીઓ અને ભક્તો મોટી સંખ્યામાં આ મેળા માટે દુકાનો લાગી, સ્થાનિક વેપારીઓ ને પણ મેળો ચાલુ હોવાની જાણ થતા અન્ય સ્થાનિક વેપારીઓ પણ આવ્યા અને જોત જોતા માં મેળો જામ્યો, સ્થાનિક ભક્તો પણ સુલપાણેશ્વર મહાદેવ ના મંદિરે દર્શન કરવા પહોંચ્યા સોના ચાંદીના ઘરેણાંથી સજ્જ ભગવાન સુલપાણેશ્વર મહાદેવ પાલખી માં બિરાજમાન થઇ ને નગરયાત્રા એ નીકળ્યા હતા. ભક્તો એ મોટી સંખ્યામાં મેળાનો અને દર્શનનો લાભ લીધો હતો.

(10:21 PM IST)