તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
રાજપીપળા નગરપાલિકા દ્વારા ખાડાનું પુરાણ લાંબા સમય સુધી નહિ કરાતા વારંવાર થતા અકસ્માત
શહેરમાં અનેક ઠેકાણે પાણી કે ગટરની લાઈનો માટે ખોદેલા ખાડાનું પુરાણ મહિનાઓ સુધી કરાતું નથી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા નગરપાલિકામાં યોગ્ય વહીવટ નહિ થતા અનેક સમસ્યાઓ સામે આવી રહી છે જેમાં ખાસ કરીને શહેરમાં પાણી કે ગટર માટે ખાડા તો ખોદવામાં આવે છે પરંતુ કામ પૂરું થયા બાદ મહિનાઓ સુધી ખાડાનું પુરાણ નહિ થતા વારંવાર અકસ્માત થતાં જોવા મળે છે
જેમાં ખાસ કરીને રાજપીપળા જુના પોલીસ સ્ટેશન પાસે અંબિકા પ્રિન્ટિંગ પ્રેસની સામે ગટર નો ખુલ્લો ખાડો છેલ્લા ત્રણ મહિનાથી ખોદાયેલો ખુલ્લો રહેવા દીધેલો છે જેના કારણે આ જગ્યા પર દરરોજ અકસ્માતો થાય છે છતાં પાલિકાના પેટનું પાણી હાલતું નથી આજે પણ એક ફોર વ્હીલ ગાડીનું એક તરફની વ્હીલ આ ખાડામાં પડતાં ઘણી જહેમત બાદ તેને બહાર કાઢી હતી.સદનસીબે કોઈને કંઈ ઇજા થઇ નથી પરંતુ વાહનોને નુકશાન જરૂર થઈ રહ્યું છે માટે પાલિકા શહેરમાં આવા ખુલ્લા મુકેલા ખાડાનું વહેલીતકે પુરાણ કરે તેવી માંગ છે.
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
