તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
ત્રાસ આપતા પતિના ફોનમાં અન્ય મહિલાના અસ્લીલ ફોટા જોઈ પત્નીએ અભયમ્ ભરૂચની મદદ માંગી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના એક ગામમાંથી મહિલાનો કોલ આવેલ તેમણે જણાવેલ કે મારા પતિના અન્ય મહિલા સાથે સંબંધ છે, જેના સબૂત છે, તેમના ફોનમાં બીજી મહિલાના અસ્લિલ ફોટા છે, મે તે મહિલા સાથે વાત પણ કરી તે પણ મને ધમકાવે છે, હું મારા પતિને કંઇક પૂછું તો મને ધમકી આપે છે, માર મારે છે, મને કંઈ સમજ નહીં પડતાં મેં પતિને સમજાવવા અભયમ 181 ભરૂચની મદદ માંગી
ત્યારબાદ 181 અભયમ ભરૂચ ટીમ સ્થળ પર પહોંચી કાઉન્સિલગ કરતાં જાણવા મળેલ કે મહિલાના પતિ છેલ્લા છ મહિનાથી બાજુમાં બીજા ગામમાં રહે છે, ત્યાં રહી બીજા કોઇની ખેતી સંભાળે છે, ઘરે આવતાં નથી, તેહવાર માં આવે, તો પણ ઘરે જમતાં નથી ઘર માં રહેતા નથી, રાત્રે મોડા ફોન આવે છે, તેથી મેં મોબાઇલ ચેક કરતા અન્ય મહિલા સાથે કરેલી ચેટ જોઈ ખરાબ ફોટા જોયા મારા પતિને તે મહિલા વિશે પૂછપરછ કરતાં ગુસ્સો કરી મને માર મારેલ અને છુટાછેડા આપી દેવાની ધમકી આપી હતી. મહિલા હેલ્પ લાઇન ટીમે પતિને સમજાવી કાયદાકીય માહિતી આપેલ, પરતું મહિલાના પતિ પોતાની ભૂલ કબૂલ કરવા તૈયાર ના હતાં, અને ભૂલ ના પકડાય તે માટે મોબાઈલ કે સીમ કાર્ડ તોડી નાખેલ. તેથી મહિલા સાબિત ન કરી શક્યાં, મહિલાને ત્યાં જીવ નું જોખમ લાગતાં પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવા માંગતા હતા, તેથી 181 હેલ્પ લાઇન ટીમ મહિલાને નજીકના પોલીસ સ્ટેશનમાં પોહચાડી પોલિસ ફરીયાદ લખાવવામાં મદદરૂપ બની હતી.
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
