તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
નર્મદા જિલ્લામાં ધોરણ.૧૨ સામાન્ય પ્રવાહનું ૯૧.૨૭ ટકા અને વિજ્ઞાન પ્રવાહનું ૬૯.૬૩ ટકા પરિણામ જાહેર
ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓઓને વહીવટીતંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારી એ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા થયેલ ધોરણ-૧૨ વિજ્ઞાન/સામાન્ય પ્રવાહનું તા. ૦૯/૦૫/ ૨૦૨૪ ના રોજ પરિણામ જાહેર થયું છે. જેમાં નર્મદા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી મુજબ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં નર્મદા જિલ્લાનાં કુલ ૩૩૯૦ નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી ૩૦૯૪ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. જે પૈકી ૨૯૬ વિદ્યાર્થીઓ અનુતીર્ણ થયા છે. જિલ્લાનું પરિણામ ૯૧.૨૭ ટકા આવ્યું છે. વર્ષ ૨૦૨૪ પરીક્ષામાં ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં કુલ ૩૩૯૦ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. જેમાં ૦૩-A1, ૧૨૧-A2, ૫૭૫-B1, ૯૩૩-B2, ૯૩૭-C1, ૪૭૫-C2, ૪૯-D, ૦૧-E1 વિદ્યાર્થીઓના ગ્રેડ આધારિત પરિણામ પ્રાપ્ત કર્યુ છે.
જિલ્લામાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લાનાં કુલ ૮૭૬ નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી ૬૧૦ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. જે પૈકી ૨૬૬ વિદ્યાર્થીઓ અનુતીર્ણ થયા છે. જિલ્લાનું પરિણામ ૬૯.૬૩ ટકા આવ્યુ છે. ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં કુલ ૮૭૬ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. જેમાં ૦-A1, ૧૫-A2, ૫૬-B1, ૧૩૨-B2, ૧૯૯-C1, ૧૬૯-C2, ૩૯-D, ૦-E1 વિદ્યાર્થીઓના ગ્રેડ આધારિત પરિણામ પ્રાપ્ત કર્યુ છે. તે તમામને જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણાધિકારીની કચેરી દ્વારા હાર્દિક શુભેચ્છા સાથે અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
