તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
વિધવા મહિલાને અન્ય સાથે પ્રેમ સંબંધ થતા ભાઈએ ઘરમાં રાખવાની ના પાડી તો 181 અભયમ ટીમ મદદરૂપ બની

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લા નાં ગરુડેશ્વર તાલુકામાંથી એક મહિલાનો 181 અભયમ મહીલા હેલ્પ લાઈન ટીમ પર કૉલ આવેલ તેમણે જણાવેલ કે તેમના ભાઈ તેમની બહેન ના બીજા જોડે સબંધ હોવાથી ઘર માંથી નીકળી જવા કહે છે જેથી રાજપીપળા અભયમ ટીમ સ્થળ પર પહોંચી કાઉન્સીલગ્ કરી બહેન ભાઈનાં ઝગડાનું શાંતિપુર્વક નિવારણ કર્યુ
મળતી વિગત અનુસાર પીડીત વિધવા મહિલાએ જણાવ્યું હતું કે તેમના પતિનાં ગૂજરી ગયાંનાં વીસ વર્ષ થયા મારો અસ્થિર મગજનો મારો એક ૧૬ વર્ષ નો છોકરો છે,મારી ચા અને નાસ્તાની દુકાન છે તેનાથી ગુજરાન ચલાવું છું, મારા પતિનાં અવસાન બાદ હું મારા છોકરાને સાથે લઇને પિયરમાં રહું મારા પતિ ન રહ્યા બાદ મારા એક ભાઈ સાથે પ્રેમ સબંધ હોવાથી પિયરમા સોળ વર્ષથી રહી મારા ભાઈનું કામકાજ તેમજ ઘરની તમામ સુખ દુઃખ માં સાથ આપુ છું, મારા જે ભાઈ જોડે સંબંધ છે એ મારી ચા નાસ્તાની દુકાન ચલાવે જેથી અમે સારવાર અને દવા લેવા બરોડા મેન્ટલ હોસ્પિટલમાં જઈ શકીએ, મારા ભાઈનાં લગ્ન કરવ્યા અને બે મહિના થયા અને મને અલગ જમવાનુ વાસણો કરી આપ્યા તેમજ હવે મને ઘરમાં રાખવા નાં પાડે હું મારા છોકરાને લઇને ક્યાં જવું..181 ટીમે આ બાબતે પુછપરછ કરી કાઉન્સેલગ કર્યું સમસ્યા જાણી ત્યારે ભાઈ પાસેથી જાણવા મળ્યું કે બહેન મારા ઘરમા રહે પરતું ફૂલહાર કરી ને રહે, જેથી મારો સમાજ મને નાં બોલે કે તારી બહેન એમજ બીજા પુરુષ જોડે ઘરમાં રહે,મહિલા હેલ્પલાઇન ટીમે આ મહીલાની આર્થિક પરસ્થિતિ જોતા ભાઈને સમજાવાય તેમજ તે પરપુરુષ તેમણે ઘરે પણ આ સબંધની ખબર છે પરંતુ મને અપનાવે અને મારા છોકરાને કદાચ સારું નાં રાખે માટે હું અહીંયા રહ્યુ છું ત્યારબાદ તેમના ભાઈ બહેન ને ઘર માં રાખવા તૈયાર થયા તેમજ બહેન ને હું ઘરમાંથી બહાર નહી કાઢું તેમ જણાવેલ તેમજ સમજાવ્યાં કે ફૂલહાર સમાજ પંચ ભેગાં કરી તેમજ મંદિરમાં પણ સગવડતા અનુસાર કરી શકે તેવી સમજ આપી અને ભાઈ બહેનને સમજાવી સુખદ અંત લાવી સમાધાન કરાવ્યુ જેથી બહેન 181 ટીમ નો આભાર વ્યક્ત કર્યો.
(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
