<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

નર્મદા જિલ્લાના જિતનગર ખાતે ટ્રાફિક નિયમન તથા રોડ સેફટીને લગતો સેમીનાર યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, નર્મદા નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ.નર્મદા જીલ્લામાં રાજપીપલા એન.સી.સી. કેમ્પ જીતનગર ખાતે 9-Guj. Naval N.C.C. નવસારી ચિખલીના-૧૫૦ જેટલા કેડેટ્સ (ગર્લ્સ&બોય્સ) તાલિમાર્થીઓ માટે ટ્રાફિક નિયમન તથા રોડ સેફટી ને લગતો સેમીનાર રાખવામાં આવેલ, જેમા 9-Guj.Naval N.C.C. નવસારી ચિખલીના લેફ્ટીનન્ટ કમાન્ડર સ્વપ્નીલ.આર.શીંગા, ચીફ ઇન્સ્ટ્રક્ટર (Trg)મુનીષ શર્મા, તથા રજ્જાક મોગલ પેટી ઓફિસર તેમજ એન.સી.સી. સ્ટાફના જવાનો અને જીલ્લા ટ્રાફિક પોલીસ સ્ટાફના જવાનો હાજર રહ્યા, જેમાં જીલ્લા ટ્રાફિક પો.સ.ઇ. એસ.એસ.મિશ્રા નાઓએ એન.સી.સી. કેડેડ્સના જવાનોને ટ્રાફિક નિયમન તેમજ મોટર સાયકલ ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું, ચાલુ વાહને મોબાઇલ ફોનનો ઉપયોગ નહી કરવો તેમજ કાર કે અન્ય કોઇ ફોર વ્હીલર વાહન ચલાવતી વખતે શીટ બેલ્ટ અવશ્ય બાંધવો અને રોંગ સાઇડમાં વાહન ચલાવવું નહી તેમજ ઓવર સ્પીડમાં ડ્રાઇવીંગ નહી કરવા, ડ્રાઇવીંગ લાયસન્સની જરૂરીયાત અને ડ્રાઇવીંગ લાયસન્સ કેવી રીતે મેળવી શકાય? તે બાબતેનું જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી અને એન.સી.સી. કેડેડ્સ સાથે ટ્રાફિકના નિયમો તેમજ પોલીસ તપાસ બાબતે ચર્ચા વિચારણા કરી પોતાની અમૂલ્ય જીદંગી બચાવવા અપીલ કરી, આમ નર્મદા જીલ્લા ટ્રાફિક પોલીસ જાહેર જનતા પાસે ટ્રાફિકના નિયમોનું સુચારૂ સ્વરૂપે પાલન કરાવવા માટે હંમેશા પ્રયત્નશીલ છે.


 

(10:52 PM IST)