તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
કોંગ્રેસના નેતા સામ પિત્રોડાની ટિપ્પણીના વિરોધમાં નર્મદા બીજેપીએ રાજપીપળામાં પૂતળા દહન કર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:ભારતીય જનતા પાર્ટી રાજપીપળા શહેર તથા નર્મદા જિલ્લાના કાર્યકરો દ્વારા તારીખ 9/5/2024 ના રોજ કોગ્રેસ ના વરિષ્ઠ નેતા સામ પિત્રોડા એ પૂર્વ ભારતીયો ને ચીની,દક્ષિણ ભારતીય ને આફ્રિકી અને પશ્રિમ ભારતીયોને આરબ જેવા બતાવ્યા છે, આ રંગ ભેદ, શરમજનક અને દૂર ભાગ્ય પૂર્ણ ટિપ્પણી છે તેના વિરોધ મા સામ પિત્રોડા ના પૂતળા નું દહન,વિરોધ પ્રદર્શન નો કાર્યક્રમ રાજપીપળા સફેદ ટાવર પાસે રાખવામાં આવ્યો હતો. જેમાં નાંદોદ તાલુકાના તમામ હોદ્દેદારો, જિલ્લાના હોદ્દેદારો, સદસ્યો,મોરચાના હોદેદારો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમા બીજેપી નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ ,તથા લોકલાડીલા ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ ખાસ હાજર રહ્યા હતા.
જોકે બીજેપી કાર્યકરો સામ પિત્રોડાના પૂતળાનું દહન કરે તે પહેલા જ પોલીસે પૂતળું લઈ લેતા પૂતળા દહન કરી શક્યા ન હતા.
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
