<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

ગોધરામાં લેવાયેલ NEETની પરીક્ષામાં ચોરી કરાવવા કૌભાંડ સામે આવતા રાજ્યમાં ચકચાર

યુવરાજે સિંહએ કહ્યું કે પરિક્ષામાં ચોરી અંગે નીટ અને સરકારને ધ્યાન દોરયુ હતુ. :કોઈ પગલા ભરવામાં આવ્યા ન હોવાના પણ આક્ષેપ કર્યા:યુવરાજે કહ્યું કે પેપર લીકનો કાયદો અમલમાં આવી ગયો છે તો નીટની પરિક્ષામાં પણ આ કાયદો અમલમાં આવો જોઈએ

પંચમહાલના ગોધરામાં લેવાયેલ NEETની પરીક્ષામાં ચોરી કરાવવાનું કૌભાંડ સામે આવતા ગુજરાતભરમાં ચકચાર મચી ગઈ છે. ગોધરામાં પરવડીની જય જલારામ સ્કૂલમાં નીટની પરીક્ષાનું કેન્દ્ર આપવામાં આવ્યું હતું. જ્યાં વિદ્યાર્થીઓ પાસેથી 10-10 લાખ લઈ ચોરી કરાવવામાં આવી હોવાની માહિતી મળી છે. 

  હવે આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહનું પણ નિવેદન સામે આવ્યું છે. યુવરાજે સિંહએ કહ્યું કે પરિક્ષામાં ચોરી અંગે નીટ અને સરકારને ધ્યાન દોરયુ હતુ. અમારા ધ્યાન દોરવા છત્તા કોઈ પગલા ભરવામાં આવ્યા ન હોવાના પણ આક્ષેપ કર્યા છે. યુવરાજે કહ્યું કે પેપર લીકનો કાયદો અમલમાં આવી ગયો છે તો નીટની પરિક્ષામાં પણ આ કાયદો અમલમાં આવો જોઈએ.

(10:53 PM IST)