<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

ગોધરામાં નીટ પરીક્ષા ચોરી કૌંભાડ મામલે વડોદરાથી રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોયની ધરપકડ

નીટની પરીક્ષા ચોરી કૌભાંડમાં તેમનુ પણ નામ ખુલ્યું હતું :પંચમહાલ પોલીસની તપાસમાં વડોદરા SOG પોલીસ પણ જોડાઈ

પંચમહાલના ગોધરા ખાતે પ્રકારમાં આવેલા નીટ પરીક્ષા ચોરી કૌંભાડમાં વડોદરાથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. વડોદરા SOG પોલીસે પરશુરામ રોયની તેના ઓફિસથી ધરપકડ કરી હતી. પરશુરામ રોય, રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક છે. નીટની પરીક્ષા ચોરી કૌભાંડમાં તેમનુ પણ નામ ખુલ્યું હોવાનું સામે આવ્યું છે. પંચમહાલ પોલીસની તપાસમાં વડોદરા SOG પોલીસ પણ જોડાઈ છે

(10:50 PM IST)