<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

ભરૂચમાંથી પાકિસ્તાની જાસૂસ ઝડપાતા ખળભળાટ

ગાંધીનગર CID ક્રાઇમે, ભરૂચના ઝઘડિયામાંથી પાકિસ્તાની જાસૂસના આરોપસર એક વ્યક્તિની ધરપકડ કરી:પકડાયેલ વ્યક્તિએ, મિસાઈલ તથા ડ્રોનની ટેકનોલોજીની મહત્વની માહિતી પાકિસ્તાનને પહોંચાડી હોવાનું સામે આવ્યું

ભરૂચમાંથી પાકિસ્તાની જાસૂસ ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગાંધીનગર CID ક્રાઇમે, ભરૂચના ઝઘડિયામાંથી પાકિસ્તાની જાસૂસના આરોપસર એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ વ્યક્તિએ, મિસાઈલ તથા ડ્રોનની ટેકનોલોજીની મહત્વની માહિતી પાકિસ્તાનને પહોંચાડી હોવાનું સામે આવ્યું છે. ઇસ્લામાબાદ અને કરાંચી સ્થિત પાકિસ્તાની જાસૂસી સંસ્થાને માહિતી હતી. પાકિસ્તાન આર્મીના હેન્ડલરને પણ માહિતી પહોંચાડતો હોવાનું સામે આવ્યું છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ દ્વારા પહોંચાડતો હતો માહિતી.

(10:55 PM IST)