<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

ઇફકોના ચેરમેન તરીકે દિલીપ સંઘાણી બિનહરીફ

રાજકોટઃ વિશ્વ કક્ષાની સહકારી સંસ્‍થા ઇફકોના ચેરમેન તરીકે ફરી દિલીપ સંઘાણી બિનહરીફ ચૂંટાયા છે. તેઓ આગામી પાંચ વર્ષ માટે ચૂંટાયા છે. જ્‍યારે વાઇસ ચેરમેન તરીકે બલવીર સિંહ ચૂંટાયા છે. બંનેની સામે અન્‍ય કોઇની ઉમેદવારી ન આવતા આજે બંને સુકાનીઓ બિનહરીફ ચૂંટાયા છે. દિલીપભાઇ અમરેલીથી ૪ વખત સાંસદ અને ત્રણ વખત રાજ્‍ય સરકારમાં વિવિધ વિભાગોમાં મંત્રી રહી ચૂક્‍યા છે.

દિલીપ સંઘાણી મો. ૯૪૨૬૬ ૨૨૯૨૯

(12:46 PM IST)