News of Friday, 10th May 2024
વડોદરામાં લગ્ન પ્રસંગમાં ડીજે બંધ કરવાનું કહેતા વરરાજાના ભાઈએ એક શખ્સની જાહેરમાં હત્યા કરી

વડોદરાઃ વડોદરામાં લગ્ન પ્રસંગમાં ડીજે બંધ કરવાનું કહેતા વરરાજા અને તેના ભાઈએ પવન નામના વ્યક્તિની જાહેરમાં હત્યા કરી નાખી હતી. અને હત્યા કરીને બંન્ને લોકો ફરાર થઈ ગયા હતા. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી.
વડોદરામાં આવેલા કલાલી પાસે ચાણકયમાં વુડાના મકાનમાં લગ્ન પ્રસંગનો માહોલ હતો. પણ થોડીવારમાં શુભ પ્રસંગે દુઃખ પ્રસંગમાં ફેરવાઈ ગયો હતો. ડીજે બંધ કરવાનુ કહેતા એક શખ્સ પર વરરાજા પ્રકાશ ચૌહાણએ અને તેના ભાઈ અજય ચૌહાણે પવનને કટાર વડે હુમલો કર્યો હતો. તે શખ્સ પર ઉપરા છાપરી ઘા કર્યા હતા. અને પવનનાના આ શખ્સે ઘટના સ્થળ પર મોત નિપજ્યુ હતુ. બાદમાં વરરાજા અને તેનો ભાઈ બંન્ને જણા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. અને આજુબાજુનો વિસ્તારમાં ભયનો માહોલે ફેલાઇ ગયો હતો. બંને આરોપીઓને પકડવા પોલીસે તપાસ હાથ ધરી હતી.
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
