News of Friday, 10th May 2024
અમદાવાદની સ્કૂલોમાં બોમ્બની ધમકીનો ઇમેલ પાકિસ્તાનની ફેઝાબાદના લશ્કરી કેમ્પ દ્વારા મળ્યાનો ધડાકો
રશિયન સવૅર દ્વારા મોકલેલ મેસેજ ગુજરાત સહિત દેશમાં અફડાતફાનો માહોલ ઉભો કરવાનો હોવાનું ચોંકાવનારૂ રહસ્ય પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક, જોઇન્ટ સીપી શરદ સિંઘલના માર્ગદર્શનમાં ડીસીપી અજિત રાંજિયાંન ટીમે શોધી કાઢયું..

અમદાવાદઃ અમદાવાદમાં થોડા દિવસ પહેલા અનેક સ્કૂલોને ઈ મેલ આવ્યો હતો. અને તેમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવી હતી. જ્યારે સ્કૂલોમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવ્યુ ત્યારે શાળાની અંદરથી કોઈ એવી વસ્તુઓ મળી આવી ન હતી. અને ઈમેલ કયાથી આવ્યો તેની તપાસ કરવામાં આવી તો રશિયન ડોમેઈનનો દાવો કરવામાં આવ્યો હતો. પણ હવે વધુ તપાસ કરતા ખબર પડી કે આ ઈ મેલ પાકિસ્તાનથી થયો હોય તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.
૬ તારીખે સવારે અમદાવાદની અનેક સ્કૂલોમાં બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ આવ્યો હતો. અને આ ઈમેલ આવતા સ્કૂલના સંચાલકોએ પોલીસને જાણ કરી હતી. અને પોલીસ બોમ્બ સ્કોડ સાથે સ્કૂલોમાં દોડી ગયુ હતુ. અને તપાસ કરતા ત્યાંથી કાઈ એવી વસ્તુઓ મળી આવી નહતી. અને ઈમેલની તપાસ કરી તો ખબર પડી કે આ મેલ રશિયન ડોમેઈનનો દાવો કરવામાં આવ્યો હતો. પણ અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ કરતા જાણ થઈ કે આ ઈ મેલ પાકિસ્તાનથી આવ્યો હતો. તેનો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.
ચૂંટણીના એક દિવસ પહેલા આ પ્રકારની ઈમેલ મળતા અમદાવાદ પોલીસ તાત્કાલિક એકશનમાં આવી ગયુ હતુ. અને તેને શોધવામાં દિવસ રાત એક કરી નાખ્યુ હતુ. દિલ્હીમાં પણ આવા પ્રકારનો ઈમેલ આવ્યો હતો. અને બસ આવો આ ઈમેલ આમદાવાદમાં પણ આવ્યો હતો. પોલીસ દ્વારા આ ઈમેલ હવે પાકિસ્તાનથી આવ્યો હોય તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. પણ આના પાછળ આઈએસઆઈનો હાથ નથી તેવું પણ પોલીસ સ્પષ્ટ કહી રહી છે.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
