<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ટેનેસી, ટેક્સાસ, મિસિસિપી, લુઈસિયાના અને ન્યુયોર્ક સહિતના અમેરિકાના ૨૦૦૦ માઈલ ના વિસ્તારમાં 'વિન્ટર સ્ટોર્મ ફર્ન'નો કહેર: ૨૦ રાજ્યોમાં કટોકટી: ૧૧ મોત: હજારો વીજ થાંભલાઓ તૂટી પડતા લાખો લોકો અંધારપટમાં : ડેલાસ, એટલાન્ટા, શિકાગો અને ન્યુયોર્કના મુખ્ય એરપોર્ટ્સ પર હજારો મુસાફરો અટવાઈ પડ્યા: ડેલ્ટા, અમેરિકન એરલાઈન્સ અને યુનાઈટેડ જેવી મોટી એરલાઈન્સે પોતાની સેવાઓ સ્થગિત કરી દીધી: બરફના જાડા થર જામી જવાને કારણે હાઈવે પર વાહનવ્યવહાર જોખમી: અનેક જગ્યાએ અકસ્માતો: હાડ થીજાવી દેતી ઠંડીમાં હીટિંગ સિસ્ટમ બંધ થવાથી લોકો ભારે મુશ્કેલીમા: બિનજરૂરી પ્રવાસ ટાળવા અને ઘરમાં જ સુરક્ષિત રહેવા અપીલ: આગામી ૨૪ કલાકમાં તાપમાનમાં હજુ પણ મોટો ઘટાડો થઈ શકે છે અને સ્થિતિ સામાન્ય થતા સમય લાગશે: હવામાન વિભાગની ચેતવણી5:09 PM IST

’તિરંગો લહેરાય છે ગગને, લઈને સ્વપ્ન સૌના સાથનું, ગૌરવ છે મને આ માટીનું, ગૌરવ છે મારા ગણતંત્રનું’: અમદાવાદ અને ગુજરાતની પાવન ભૂમિએ દેશને આઝાદી અને વિકાસની દિશા ચીંધી છે : વડાપ્રધાનના વિઝનથી સાણંદ અને ધોલેરા વિશ્વનું સેમિકન્ડક્ટર હબ બની રહ્યા છે - અમદાવાદ હવે 'સ્પોર્ટ્સ સિટી ઓફ ઇન્ડિયા' તરીકે ઊભરી રહ્યું છે : ગુજરાતના યુવાનો આજે ‘જોબ સીકર નહીં, પણ જોબ ગિવર’ બન્યા : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી : મકરબા પોલીસ ગ્રાઉન્ડ ખાતે દેશભક્તિના માહોલમાં આન-બાન-શાન સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો : પોલીસ જવાનોના શૌર્યપૂર્ણ કરતબો અને વિદ્યાર્થીઓની સાંસ્કૃતિક કૃતિઓએ જમાવ્યું આકર્ષણ; વિવિધ વિભાગોના ટેબ્લો દ્વારા સરકારી યોજનાઓની ઝાંખી રજૂ : નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે 'ટ્રાફિક એક્શન પ્લાન' બુકનું વિમોચન અને પિકલ બોલ કોર્ટનું ઉદ્ઘાટન; શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓનું બહુમાન2:00 PM IST

આપણા સંસાધનોનો યોગ્ય અને કરકસરપૂર્વક ઉપયોગને નૈતિક ફરજ સમજી રાષ્ટ્રનિર્માણ અને પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપીએ : સ્વદેશી વસ્તુઓનો મહત્તમ ઉપયોગ થકી રાષ્ટ્રને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા સંકલ્પબદ્ધ થઈએ : રાજેશ તન્ના : જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના ૭૭ મા પ્રજાસત્તાક પર્વની ભાણવડ ખાતે ભવ્યાતિભવ્ય ઉજવણી : જિલ્લા કલેકટરે ધ્વજવંદન કરી પરેડ નિરીક્ષણ કર્યું : જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અધિકારીઓ તથા કર્મચારીઓ તથા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં શ્રેષ્ઠ ટેબલો, શ્રેષ્ઠ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરનાર સહભાગીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા : ધારાસભ્ય મુળુભાઇ બેરા, જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક હેતલ જોશી, નાયબ પોલીસ અધિક્ષક વિસ્મય માનસેતા સહિતના ઉપસ્થિત12:26 PM IST

વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સે સૌરાષ્ટ્ર વિસ્તારની પ્રગતિ માટે નવી કેડી કંડારી : ભારતનું બંધારણ સ્વતંત્રતા, સમાનતા, ન્યાયની સાથે લોકશાહીની મહત્તા સમજાવે છે : રાજ્ય સરકાર 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ' મંત્ર ચરિતાર્થ કરી રહી છે : જીતુભાઈ વાઘાણી : રાજકોટ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની જેતપુરમાં ઉજવણી : માર્ચ પાસ્ટ, સાંસ્કૃતિક કૃતિઓ અને ટેબ્લોનું પ્રદર્શન : ડોગ સ્કવોડ અને હોર્સ રાઇડિંગના દિલધડક કરતબો પ્રસ્તુત : જીતુભાઈના હસ્તે રાજકોટ જિલ્લાના સ્વર્ણિમ વિકાસ માટે રૂ. ૨૫ લાખનો ચેક અર્પણ : સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિજનો અને ૭૦ કર્મયોગીઓનું સન્માન : મહાનુભાવોએ અશ્વોને ગોળ ખવડાવી, માનવતાવાદી અભિગમ દાખવ્યો1:40 PM IST

સોમનાથ મંદિરના પુનઃનિર્માણમાં જામનગરના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજાનું અભૂતપૂર્વ યોગદાન રહ્યુ : વડાપ્રધાને એક વર્ષમાં જામનગર જિલ્લાને રૂ.833 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેંટ આપી : મુખ્યમંત્રીએ લોકાર્પણ કરેલ સૌરાષ્ટ્રનો સૌથી લાંબો આઇકોનિક ઓવરબ્રિજ જામનગરની નવી ઓળખ બન્યો : કેતન ઠક્કર : કાલાવડ ખાતે જામનગર જિલ્લા કક્ષાના ૭૭માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઇ : જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરાઇ તેમજ વિવિધ વિભાગના ૯ ટેબ્લો પ્રદર્શિત કરાયા : વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ જામનગર જિલ્લાના ૨૭ વ્યક્તિઓ/સંસ્થાઓનું સન્માન 3:08 PM IST

વલ્લભીપુર પ્રાચીન સમયમાં જ્ઞાન-સંસ્કૃતિનું વૈશ્વિક કેન્દ્ર રહ્યું : પ્રજાસત્તાક માત્ર અધિકારો આપતું નથી, પરંતુ નાગરિક તરીકે જવાબદારીઓનું પણ સ્મરણ કરાવે છે : નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત વિશ્વમંચ પર મજબૂત, આત્મનિર્ભર અને સંસ્કૃતિપ્રધાન રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે : કૌશિક વેકરીયા : ભારતના ૭૭મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વલ્લભીપુર ખાતે ભાવનગર જિલ્લા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ : વલ્લભીપુર તાલુકાના વિકાસ કાર્યો માટે કલેકટરને રૂ.૨૫ લાખનો ચેક અર્પણ : ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રીના હસ્તે વિવિધ વિભાગોના કર્મયોગીઓનું શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન : ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન માટે ૯ જેટલી વાનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવતાં કૌશિકભાઈ 1:13 PM IST