<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

અમરેલી લોકસભા બેઠકના ઉમેદવારનું સિલેક્‍શન કરવામાં અમરેલી અને જિલ્લાની ૨૩ લાખની વસ્‍તી તથા ૧૭.૫૦ લાખ મતદારો સાથે દ્વોહ : નારણભાઈ કાછડિયાએ આક્રોશ ઠાલવ્‍યો

જે વ્‍યક્‍તિ ગુજરાતીમાં ઇન્‍ટરવ્‍યૂ ન આપી શકે સરખી વાતચીત ન કરી શકે તેવા ઉમેદવારને ટિકિટ આપી ?

 

 રાજકોટ તા.૧૦ :    ચૂંટણીઓ પૂરી થતાં જ હવે ગરમીમાં ઉકળાટ બહાર નિકળી રહ્યો છે.અમરેલીમાં ઉમેદવાર પસંદગી પર પુર્વ સાંસદ નારણભાઈ કાછડિયાએ જાહેરમાં આક્રોશ ઠાલવ્‍યો હતો.

 પુર્વ સાંસદ નારણભાઈ કાછડિયાએ જાહેરમાં જણાવ્‍યું હતું કે મને કોઈ રંજ નથી. પરંતુ અમરેલી લોકસભા બેઠકના ઉમેદવારનું સિલેક્‍શન કરવામાં અમરેલી અને જિલ્લાની ૨૩ લાખની વસ્‍તી તથા ૧૭.૫૦ લાખ મતદારો સાથે દ્વોહ કરવામાં આવ્‍યો છે.

  નારણભાઈ કાછડીયાએ વધુમા જણાવ્‍યું હતું કે દિલીપભાઈ સંઘાણી હતા મુકેશભાઈ સંઘાણી હતા ડો. કાનાબાર હતા બાવકુભાઈ ઉંધાડ હતા કેશુભાઈ હતા આવા તો અનેક મજબૂત નેતાઓ અમરેલી જિલ્લામાં ભાજપ પાસે હતા પરંતુ જે વ્‍યક્‍તિ ગુજરાતીમાં ઇન્‍ટરવ્‍યૂ ન આપી શકે સરખી વાતચીત ન કરી શકે તેવા ઉમેદવારને ટિકિટ આપી છે

         અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી બેઠક ઉપર ભાજપ તરફથી ભરતભાઈ સુતરીયાનુ નામ જાહેર થયા બાદ પણ અમરેલીમા રકઝક થઇ હતી.

(4:40 PM IST)