<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

વડોદરાના ગોરવા વિસ્તારમાં મધરાત્રે એક ફેકટરીમાં આગ ભભૂકતા દોડધામ મચી જવા પામી

વડોદરા: શહેરના પૂર્વ વિસ્તારમાં ગઈ મોડી રાત્રે લાગેલી આગમાં બે દુકાન લપેટાઇ હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબુમાં લેવામાં આવી હતી.ગોરવા શાકમાર્કેટની સામે આવેલા ફોટો સ્ટુડિયોમાં ગઈકાલે રાત્રે લાગેલી આગનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી. પરંતુ આગમાં દુકાનનો સામાન તેમજ ફર્નિચરને નુકસાન થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.આ સાથે કાપડની પણ દુકાન આગમાં લપેટાઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા એક કલાકની જહેમત બાદ આગ કાબુમાં લેવામાં આવી હતી. બનાવવા અંગે પોલીસે પણ નોંધ લઇ કાર્યવાહી કરી હતી.

 

(6:25 PM IST)