<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

રાજપીપળા નગરપાલિકાના રોજમદારોને ત્રણ મહિના બાદ એક મહિનાનો પગાર મળતા આર્થિક કટોકટી

પહેલા બે ત્રણ મહિને એક મહિનાનો પગાર ચૂકવાતો હતો હવે ચોથો મહિનો શરૂ થયા બાદ એક મહિનાનો પગાર ચૂકવાયો: પાલિકાની આર્થિક સ્થિતિ કંગાળ હોવાથી ત્રણ ચાર મહિના બાદ ફક્ત એક જ મહિનો પગાર અપાઈ છે, તો કર્મીઓ કંઈ રીતે જીવે..?

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા નગર પાલિકા ની આર્થિક સ્થિતિ કંગાળ છે અને વર્ષો થી આ જ સ્થિતિ હોવાથી ત્યાં કામ કરતા રોજમદાર કર્મચારી ઓને મહિનાઓ સુધી પગાર માટે વલખાં મારવાં પડે છે, જોકે આ તરફ કોઈ ઇન્ડસ્ટ્રીઝ કે અન્ય વિકલ્પ નહિ હોવાથી મજબૂરીથી કર્મચારીઓ કામ કરતા હોય છે અને સફાઈ સૈનિકો તો અવાર નવાર હડતાળ નું શસ્ત્ર પણ ઉગામી ચૂક્યા છે છતાં હજુ પણ પગાર સમયસર મળતો નથી
હાલમાં જાણવા મળ્યા મુજબ રાજપીપળા નગરપાલિકા ના રોજમદાર કર્મચારીઓ ને ત્રણ મહિના પૂરા થયા અને ચોથો મહનો શરૂ થયા બાદ ગઈકાલે એક મહિના નો પગાર મળ્યો જેથી આર્થિક કટોકટી માંથી કર્મચારીઓ પસાર થઈ રહ્યા છે. જો પાલિકા કર્મચારીઓ ને નોકરી પર રાખે છે અને આ કર્મીઓ દરરોજ તેમનું કામ પણ કરે છે ત્યારે પાલિકા તેમનાં પગાર માટે આગવું આયોજન કરવું પડે,નહિ તો આ કારમી મોંઘવારી માં મધ્યમ ગરીબ વર્ગના કર્મીઓ ની હાલત દયનીય બને છે.
કર્મચારીઓ ના જણાવ્યા મુજબ કોઈપણ કરિયાણા દુકાનદાર કે શાકભાજી ની લારી વાળા વેપારીઓ એક બે મહિના ઉધાર આપતા હોય છે પરંતુ અહીંયા તો ત્રણ ચાર મહિને ફક્ત એકજ મહિના નો પગાર મળે તો કર્મચારીઓ કોનું દેવું ચુકવે અને ખાઈ શું..? એક બે મહિના બાદ તો વેપારીઓ ઉધાર આપવાનું પણ બંધ કરી દેતા હોય તેવી સ્થિતિ માં આ રોજમદારો ને અનાજ કે શાકભાજી નહિ મળતાં ભૂખે મરવાનો વારો આવે તે સ્વાભાવિક છે.માટે પાલિકા તંત્ર પગાર માટેનું કોઈ નક્કર આયોજન કરે તેવી માંગ ઉઠી છે
 પાલિકા ના મુખ્ય અધિકારી રાહુલ ઢોડીયા એ જણાવ્યું કે ત્રણ મહિના નો પગાર પૈકી ગઇકાલે એક પગાર કર્યો છે, અમારે વેરા સિવાય કોઈ બીજી આવક નથી અને હાલમાં વેરો વસુલાત ચાલુ થતા આવક થઈ જેમાંથી અમે એક પગાર આપ્યો છે.હવે વેરાની આવક આવશે તેમ તેમ પગાર કરી

(9:54 PM IST)