ઝેરી કફ સિરપ 'કોલ્ડ્રિફ' કેસમાં ઈ.ડી.ની ચેન્નાઈમાં ૭ સ્થળો પર દરોડા: અનેક બાળકોના મૃત્યુ બાદ મની લોન્ડરિંગની તપાસ : રવર્તન નિર્દેશાલય (ઈ.ડી.) એ 'કોલ્ડ્રિફ' કફ સિરપ કેસના સંબંધમાં ચેન્નાઈ અને કાંચીપુરમમાં સાત સ્થળો પર સઘન દરોડા પાડ્યા છે. આ ઝેરી સિરપના કારણે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત ભારતમાં ૨૦ થી વધુ બાળકોના મૃત્યુ12:32 AM IST
માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ૧૦નો સપોર્ટ આવતીકાલે મંગળવારે સમાપ્ત: કરોડો ભારતીય કમ્પ્યુટરો પર સાયબર જોખમ, યુઝર્સ પાસે અપગ્રેડ અથવા વધારાની સુરક્ષા ફીનો વિકલ્પ : જે યુઝર્સ વિન્ડોઝ ૧૧ માં અપગ્રેડ કરી શકતા નથી અથવા ૧ વર્ષનો વધુ સમય ઇચ્છે છે, તેમના માટે માઇક્રોસોફ્ટે એક્સ્ટેન્ડેડ સિક્યોરિટી અપડેટ (ઇ.એસ.યુ.) પ્રોગ્રામની જાહેરાત કરી: આ પ્રોગ્રામ મફત નથી, વધારાની ફી ચૂકવવી પડશે12:29 AM IST
ચીનમાં ચર્ચો પર મોટી કાર્યવાહી : 30 પાદરીઓની ધરપકડ : અમેરિકા લાલઘૂમ : યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ ધરપકડની સખત નિંદા કરી અને તેમની તાત્કાલિક મુક્તિની માંગ કરી : બેઇજિંગમાં પોલીસે ઝિઓન ચર્ચના સ્થાપક જિન મિંગરી સહિત 30 થી વધુ પાદરીઓની અટકાયત કરી : ફરી એકવાર ધાર્મિક સ્વતંત્રતા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો 10:41 PM IST
ભારત-કેનેડા ભાગીદારી પર મહોર : AI થી માંડીને સાયબર સુરક્ષા સુધીના મુદ્દાઓ પર ચર્ચા થઇ : વિદેશ મંત્રી એસ. જયશંકર અને તેમના કેનેડિયન સમકક્ષ અનિતા આનંદે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ : લોકોથી લોકો વચ્ચેના સંબંધો, પરસ્પર સમજણ અને લાંબા ગાળાના સહયોગને પ્રોત્સાહન આપવા માટે, બંને પક્ષો શિક્ષણ, પર્યટન, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને વ્યવસાયિક ગતિશીલતામાં સહયોગને મજબૂત કરવા સંમત થયા10:29 PM IST
મહાગઠબંધનમાં સીટ ફાળવણી અંગેનું સસ્પેન્સ ખત્મ ! આરજેડી અને કોંગ્રેસ વચ્ચે થઇ સમજૂતી : ટૂંકસમયમાં એલાન કરવામાં આવશે : RJD ને સૌથી મોટો હિસ્સો 134 બેઠકો મળી, કોંગ્રેસને ૫૪, વીઆઈપી (વિકાસશીલ ઇન્સાન પાર્ટી)ને ૧૮, સીપીઆઈ (એમએલ)ને ૨૨, સીપીઆઈ ૪, સીપીએમ ૬, ઝારખંડ મુક્તિ મોરચાને ૨, રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીને ૩ અને ભારતીય સમાવેશી પાર્ટીને ૨ બેઠકો મળી10:28 PM IST
જુઓ મહત્વ ના સમાચારો ઉડતી નજરે....11:19 PM IST
બિહાર ચૂંટણી : પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટીએ બીજી યાદી કરી જાહેર: 65 ઉમેદવારોને આપી ટિકિટ : ભાગલપુરથી અભયકાંત ઝાને.ડૉક્ટર શાહનવાઝને બર્હરિયાથી, નીરજ સિંહને શિવહરથી, લાલબાબુ યાદવને નરકટિયાથી, મંતોષ સાહનીને કલ્યાણપુરથી, રાજીવ રંજન સિંહને સંદેશમાંથી, આઝમ અનવર હુસૈનને બાજપટ્ટીથી, રત્નેશ્વર ઠાકુરને હરલાખીથી, જનાર્દન યાદવને નરપતગંજથી અને કુમાર ઈસ્લામને તનુપુરથી મેદાનમાં ઉતાર્યા9:14 PM IST
૧૭૦ કિમી લાંબી ઇમારત ૯૦ લાખ લોકો રહેશે સાઉદીમાં બની રહ્યું છે ‘ભવિષ્યનું શહેર' : પ્રોજેક્ટ ખર્ચઃ આશરે ૩૭ લાખ કરોડ રૂપિયા ($૫૦૦ બિલિયન) : પ્રોજેક્ટનું કદઃ ૨૬,૫૦૦ ચોરસ કિલોમીટરમાં જે દિલ્હીના વિસ્તાર કરતાં લગભગ ૧૭ ગણો વધારે છે સાઉદી અરેબિયાનો NEOM પ્રોજેક્ટ એક અત્યાધુનિક ભવિષ્યવાદી શહેર છે જે સંપૂર્ણપણે નવીનીકરણીય ઉર્જા દ્વારા સંચાલિત થશે : NEOMનો ઉદ્દેશ્ય સાઉદી અરેબિયાના અર્થતંત્રને તેલ પરની નિર્ભરતાથી દૂર કરવાનો અને ટેકનોલોજી અને પર્યટનમાં રોકાણ વધારવાનો છે3:25 PM IST
IVF કરાવવા આવેલા કપલનું અમદાવાદ એર ઈન્ડિયા ક્રેશમાં મૃત્યુ: હવે સાચવેલા ભ્રૂણનું શું થશે ? ખૂબ જ દુર્લભ કેસ : લંડનના એક દંપતીની કરૂણ સ્ટોરી પ્રકાશમાં આવી છે : લગ્નના સાત વર્ષ પછી પણ તેઓ ગર્ભધારણ કરી શકયા નહીં, તેથી તેમણે IVF કરાવવાનું નક્કી કર્યું : વિદેશમાં IVF ખર્ચાળ છે, તેથી દંપતીએ ભારત આવીને પ્રક્રિયા કરાવવાનું નક્કી કર્યુ10:55 AM IST
એક દિવસમાં કેટલાની કમાણી કરે છે ભંગારવાળો? મહિનાની કમાણી જાણીને મગજ કામ નહિ કરે : કચરામાંથી કાઢે છે સોનું...સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ આ વાતને સાબિત કરી બતાવી છે કે કચરામાં પણ કમાણી છુપાયેલી હોય છે એક ભંગારવાળો દિવસમાં ૫૦થી ૧૦૦ ઘરો કવર કરે છે અને પ્રતિ ઘર ૧૦૦-૨૦૦ રૂપિયાનો નફો મેળવે છે9:43 AM IST
લેખક-હાસ્ય કલાકાર ડો.જગદીશ ત્રિવેદીનો મહાન સેવાયજ્ઞઃ છેલ્લા ૮ વર્ષમાં રૂ.૧૯ કરોડથી વધુનું દાન : એક પણ રૂપિયો વહીવટી ખર્ચ લીધા વિના આરોગ્ય અને શિક્ષણમાં સમર્પણ ડો.ત્રિવેદીએ આઠમા વર્ષનું ‘સોશિયલ ઓડિટ ઓફ સોશિયલ સર્વિસ' પુસ્તક કર્યુ લોકાર્પણઃ વઢવાણ ખાતેના જન્મસ્થળે સર્વરોગ નિદાન અને રક્તદાન કેમ્પનું આયોજનઃ પીએમ મોદીએ પણ ‘મન કી બાત'માં સેવાકાર્યને બિરદાવ્યું હતુ12:52 PM IST
દિવાળીની રજા આવીઃ સહેલાણીઓ ફરવા જવા માટે તલપાપડ : બેંગ્લોર-મૈસુર-ઊંટી-કુર્ગ-વાયનાડ-કોચીન-મુન્નાર-ઠેકડી-કાશ્મીર-સોમનાથ-દ્વારકા-સ્ટેચ્યુ ઓફ યુનિટી-વીરપુર-ખોડલધામ-સાસણગીર-દિવ-જુનાગઢ-ગોવા-મહાબળેશ્વર-માથેરાન-લોનાવાલા-ખંડાલા-ઇમેજિકા-લેહ લદાખ-શ્રીનાથદ્વારા-ઉદયપુર-આબુ-કુંબલગઢ-જયપુર-જોધપુર-જેસલમેર-જવાઇ-કચ્છ-માંડવી-ગાંધીધામ-સિમલા-મનાલી-ધરમશાળા-ડેલ હાઉસી-પંચમઢી-પીપળીયા-અલીગઢ-ખપોલી-ચીક મંગ્લુર-હરીદ્વાર-તિરૂપતી-મદુરાઇ-રામેશ્વર-ઋષિકેશ-નૈનિતાલ-મસૂરી-રાણકપુર-ચિતોડગઢ સહિતના ડેસ્ટીનેશન્સ ઉપર જવા માટે જબ્બર ઉત્સાહ 11:52 AM IST
સમાચારો ઉડતી નજરે10:20 AM IST
બોટાદના ઘર્ષણ વચ્ચે ગોપાલ ઈટાલિયાની રાજકોટમાં ધમાકેદાર જનસભા : 'પોલીસે બોલાવેલા બુટલેગરોએ જ પથ્થરમારો કર્યો' - રાજકોટ કોર્પોરેશનમાં વિસાવદરવાળીનો હુંકાર : પાટીદારોના ગઢ મવડી વિસ્તારમાં AAPનું શક્તિ પ્રદર્શન : ઈટાલિયાએ સરકાર પર TP જમીનના ગોટાળાનો આક્ષેપ કર્યો : ખોડલધામના ટ્રસ્ટી દિનેશ પરસાણાના પુત્ર નૈમિષ પરસાણાએ ટીમ સાથે 'આપ'નો ખેસ ધારણ કર્યો11:29 PM IST
પાકિસ્તાનને આરબ જગત તરફથી સૌથી મોટો દગો : ઇજિપ્તના વિદેશ પ્રધાન ભારતની મુલાકાતે આવશે :તેમણે ભારતને પોતાના નવા મિત્ર તરીકે પસંદ કર્યું : ઇજિપ્તના વિદેશ પ્રધાન બદ્ર અબ્દેલતી 16-17 ઓક્ટોબરે ભારતની મુલાકાતે આવશે : આ મુલાકાત ભારત-ઇજિપ્ત સંબંધોને નવી દિશા આપશે અને પાકિસ્તાન માટે રાજદ્વારી આંચકો સાબિત થશે 10:29 PM IST
મિલકત ખરીદ્યા વિના રિયલ એસ્ટેટમાં કરો રોકાણ : REITs દ્વારા નાના રોકાણકારોને પણ મળશે કમર્શિયલ પ્રોપર્ટી માર્કેટમાં પ્રવેશ : રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (REITs) શેરોની જેમ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ હોય છે : માત્ર ₹૧૦,૦૦૦થી શરૂઆત કરીને ડિવિડન્ડ અને કેપિટલ ગેઇન દ્વારા કમાણીની તક : જોખમ અને નિયમો સમજવા જરૂરી10:30 PM IST
કેદારનાથ ધામમાં શ્રદ્ધાળુઓનો રેકોર્ડબ્રેક ધસારો, ગયા વર્ષનો આંકડો પાર કરી ૧૬.૫૬ લાખને આંબ્યો: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા ફરી એકવાર નવા વિક્રમો સ્થાપિત કરી રહી છે : આ વર્ષે ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં કુલ ૪૭ લાખથી વધુ લોકોએ દર્શન કર્યા: યાત્રાના ઇતિહાસમાં એક નવુ સીમાચિહ્ન સ્થાપિત થયું10:57 PM IST
IPS પૂરણ કુમારનું પોસ્ટમોર્ટમ ક્યારે થશે? AAP ધારાસભ્યના ભાઈનો આગ્રહ સૈની સરકારને ભારે પડી ગઈ. હરિયાણા કેબિનેટનો નિર્ણય શું છે? : IPS અધિકારી વાય. પૂરણ કુમારના અંતિમ સંસ્કારમાં વિલંબ તેમના સાળા, AAP ધારાસભ્ય અમિત રતન કોટફટ્ટાના આગ્રહને કારણે થયો તેઓ DGP અને પોલીસ અધિક્ષક સામે FIR અને ધરપકડની માંગ કરી રહ્યા છે11:10 PM IST
પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટી સત્તામાં આવશે તો બિહારમાં દારૂના વેચાણ પરનો પ્રતિબંધ હટાવશે, ઉદય સિંહનું મોટું નિવેદન : જન સૂરજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય સિંહે કહ્યું કે જો જન સૂરજ પાર્ટી બિહારમાં સત્તામાં આવશે, તો રાજ્યમાં દારૂ પરનો પ્રતિબંધ તાત્કાલિક હટાવશે આનાથી રાજ્યને અંદાજે ₹28,000 કરોડના મહેસૂલ નુકસાનથી બચાવ થશે11:09 PM IST
જીતન રામ માંઝીએ પલ્ટી મારી : પહેલા કહ્યું -તેઓ સંતુષ્ટ છે , હવે કહ્યું કે ઓછી બેઠકોના પરિણામો તેમને ભોગવવા પડશે : HUM સુપ્રીમો જીતન રામ માંઝીએ NDA ની બેઠકોની વહેંચણી અંગેના તેમના નિવેદન પર પલ્ટી મારી :તેમણે અગાઉ કહ્યું હતું કે તેઓ HUM ની છ બેઠકોથી સંતુષ્ટ છે. હવે, તેઓ તેને ઓછી કહી રહ્યા છે અને સૂચવી રહ્યા છે કે NDA ને તેના પરિણામો ભોગવવા પડશે.12:13 AM IST

જન જાગૃતિ રેલી......

દિલ્હી હાફ મેરેથોન .....

મતદાર જાગૃતિ સાયકલ રેલી

દેશી બનાવટ.....
અકિલા સોશ્યિલ મીડિયાવડોદરામાં એમએસ યુનિવર્સિટીના ક્લાસરૂમમાં અશ્લીલ હરકત મામલે આર્ટ્સ ફેકલ્ટી ડીને કહ્યું-વિદ્યાર્થીને યુનિ. માંથી હાંકી કઢાશે : આર્ટ્સ ફેકલ્ટી ડીન કલ્પના ગવલીએ કહ્યું- વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આવા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીને યુનિ.માંથી હાંકી કઢાશે. આ ઘટનાને લઇ પરીક્ષામાં સુપરવિઝન કરનાર સ્ટાફ સામે પણ કાર્યવાહી થશે.8:41 PM IST
સુરતમાં ૨૭૯ મોબાઇલ સાથે એર ઇન્ડિયાના જવાબદાર એન્જિનિયર સહિતના આરોપીઓ ઝડપાતા મોટો ખળભળાટ... : પોલીસ ઇન્સ્પેક્ટર જે એસ ઝાબરે, PSI એમ. કે. ઈશરાણૈ અને PSI બી કે વાઘેલાના નેતૃત્વમાં પોલીસ સ્ટાફની કાબીલેદાદ કામગીરી... નિયમિત DR રિપોર્ટ ઝીણવટપૂર્વક જોતા પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતને મોબાઇલ ચોરીની વધતી જતી સંખ્યાથી ચોંકી ઉઠી કંઈક અજુગતું હોવાનું લાગતા વિશેષ ટીમોને જવાબદારી સોંપી હતી... ઝોન ૧ ના ખાસ પોલીસ કમિશનર વાંબાગ જમીર, નાયબ પોલીસ કમિશનર ડો. કાનન દેસાઇના માર્ગદર્શનમાં ઉધના પોલીસ ઇન્ડલેન્ટર એસ એન. દેસાઈના માર્ગદર્શનમાં વિવિધ ટીમો કાર્યરત થયેલ6:39 PM IST
FIEO અને ગુજરાત સરકાર દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય બાયર-સેલર મીટમાં 2,200થી વધુ બિઝનેસ મીટિંગનું આયોજન અને ₹500 કરોડથી વધુની એક્સપોર્ટ ઇન્ક્વાયરીઝ પ્રાપ્ત : ગુજરાત સરકાર દ્વારા વર્લ્ડ બૅન્ક RAMP પ્રોજેક્ટ હેઠળ, ગુજરાત સરકારના MSME વિભાગ અને iNDEXTbના સહયોગથી આંતરરાષ્ટ્રીય બાયર-સેલર મીટનું આયોજન કરાયુ1:17 PM IST
રાજ્યની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકામાં પાયાની માળખાકીય સુવિધા માટે 16,316 કરોડથી વધુના 927 કામ મંજૂર : કેન્દ્ર સરકારનો રૂ. ૪,૫૦૪ કરોડ, રાજ્ય સરકારનો રૂ. ૫,૫૯૭ કરોડ તેમજ રૂ. ૬,૨૧૫ કરોડ ULB- અર્બન લોકલ બોડીનો ફાળો :અમૃત ૨.૦ મિશન હેઠળ પ્રોજેક્ટ કમ્પોનન્ટ સિવાય કેપેસીટી બિલ્ડીંગ, અર્બન રિફોર્મ્સ સંબધિત કામગીરી9:25 PM IST
વિકાસ સપ્તાહ : ૧૪ ઓક્ટોબર-કૃષિ વિકાસ દિન : વિકાસ સપ્તાહ અંતર્ગત ગુજરાતમા તા. ૧૪-૧૫ ઓક્ટોબરના “રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫”ઉજવાશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ પંચમહાલ-ગોધરાના છબનપુર ગામથી કરાવશે રાજ્યવ્યાપી શુભારંભ : રાજ્યમાં ૨૬૧ સ્થળો ખાતે યોજાનાર જિલ્લા-તાલુકા કક્ષાના કાર્યક્રમોનો મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્ય સહિતના પદાધિકારીશ્રીઓ શુભારંભ કરાવશે : કૃષિ વિભાગની વિવિધ યોજનાઓના ૫ લાખથી વધુ લાભાર્થીઓને રૂ. ૫૦૦ કરોડની સહાયનું વિતરણ કરાશે : ગુજરાતના આશરે ૩ લાખથી વધુ ખેડૂતો ભાગ લેશે : વિવિધ સ્થળોએ નિ:શુલ્ક પશુ આરોગ્ય કેમ્પ યોજાશે : રાજ્યભરમાં કુલ ૨,૮૦૦ જેટલા કૃષિલક્ષી પ્રદર્શન સ્ટોલ ઉભા કરાશે : કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ1:15 PM IST
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ખૂંખાર શિક્લીગર ગેંગના ત્રણ અપરાધી ઝડપી લીધા... : ચોરી, લૂંટ કરતા કોઈ સામનો કરે તો આ ગેંગ મોતના ઘાટ ઉતારી દેવા રાજ્યભરમાં કુ વિખ્યાત છે ખુલ્લી તલવારો બતાવી લૂંટ , ચોરી કરનાર ગેંગને , રાજ્ય અને રાજ્ય બહારની ગેંગની MO થી પરિચિત સીપી નરસિંહમા કોમાર તુરંત ઓળખી જતાં ક્રાઇમ બ્રાંચ વડા લીના પાટીલ, ડીસીપી હિમાંશુ વર્મા અને ઇન્ચાર્જ એસીપી ડી. જે.ચાવડાએ વિવિધ ટીમો બનાવી2:44 PM IST
લારી રાખવી હોય તો ૫૦૦ ભાડુ દેવુ પડશે...હીરાએ ગાંઠીયાવાળા રમેશભાઇને માર માર્યોઃ તેલનું બકડીયું ઉલળી જતાં દાઝી ગયા : સંત કબીર રોડના નાલા પાસે અઢી વર્ષથી લારી રાખતાં યુવાને અમે દર બે મહિને મનપાને પૈસા આપીએ છીએ તમને આપવાના ન હોય તેમ કહેતાં માથાકુટઃ પરમ દિવસે પણ આ શખ્સ ડખ્ખો કરી ગયાનો આક્ષેપ2:10 PM IST
હાઇડ્રીમ વેલનેસ સ્પામાં દિલ્હી, એમપી, યુપી, ગુજરાતની લલનાઓ રાખી ચલાવાતું હતું કૂટણખાનુ : પ્રમુખ સ્વામિ આર્કેડના એ-વીંગમાં બીજા માળે ડમી ગ્રાહક મોકલી કાર્યવાહી સંચાલક ભાણવડના જેન્તી વાઘેલા અને ટેલીકોલર પરીથીવી રામસીંગની ધરપકડઃ ૧૦૦૦ એન્ટ્રી ફી લેવાતી પછી લલના નક્કી કરે તે રકમ શરીર સંબંધ માટે ચુકવવી પડતી હતી એએચટીયુના પીઆઇ બી. એમ. ઝણકાટ, પીએસઆઇ ગોસ્વામી અને ટીમની કાર્યવાહી2:06 PM IST
‘‘બેક હાઉસ બાય રાખી'' ઘરેથીજ ક્વોલિટી કેક બનાવે છે : રાખીબેન ઉનડકટ : ચોકલેટ કેક, ફ્રુટ કેક, મીની વર્ઝનમાં આવતી બેન્ટો કેક, વિવિધ પ્રકારની ચોકલેટ વોલનટ, નટેલા, બિસ્કોફ બ્રાઉની, રસમલાઇ, ગુલાબજાંબુ, કેસર પિસ્તા જેવી ઓથેન્ટિક કેક, ફ્રુટ ફલેવરમાં સ્ટ્રોબરી, પાઇનેપલ, બટર સ્કોચ, બ્લ્યુબેરી, મેંગો કેક વગેરે અનેક પ્રકારની કેક-બ્રાઉની બનાવતા તેમને ત્રણ કલાક જેટલો સમય લાગે છે રાગી-જુવાર-ગોળનો ઉપયોગ કરી હેલ્ધી કેક (મિલેટ કેક) પણ બનાવે છે : રાખીબેને અત્યાર સુધીમાં ૨૦૦ થી પણ વધુ વિવિધ પ્રકારની કેક અને બ્રાઉની બનાવ્યા છે બેક હાઉસ બાય રાખી બેકિંગ સ્ટુડિયોમાં ઘરેથીજ હોમમેઇડ કેક, બ્રાઉની, ચોકલેટ બનાવે છે : દિકરી વેદાંશીએ મમ્મીને પ્રેરણા આપી અને રાખીબેને અમદાવાદ અને મુંબઇથી વ્યવસ્થિત કેક અને ચોકલેટ બનાવવાનો પ્રોફેશનલ કોર્સ કર્યો3:07 PM IST
શની કાગદડાને બી.એ. ડાંગર કોલેજના સંચાલકના પુત્ર આત્મન સહિત ચાર જણાએ ખૂનની ધમકી દીધી : તું કેમ કેસમાં સાક્ષી રહ્યો છો? કહી ગાળો દઇ કુહાડી બતાવી ડખ્ખો કરાયો રસ્તામાં આંતરી ઝપાઝપી કરી ચેઇન તોડી નાંખ્યોઃ વચ્ચે પડેલા શનીના પત્નિને પણ ધક્કો દઇ પછાડી દીધાઃ આત્મન, સતિષ, સાગરદાન અને અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો3:56 PM IST
વોર્ડ નં.૦૧માં જુદા જુદા વિકાસ કામોનો પ્રારંભ 3:20 PM IST
જામનગરમાં જૈન મુનિશ્રી શ્રમણચંદ્ર સાગરજી મહારાજ સાહેબે વિશિષ્ટ પ્રવચન આપ્યું : " પ ફ બ ભ મ" પાંચ વ્યંજનનો ઉપયોગ ન કરીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નવો વિક્રમ નોંધાવ્યો : એક વિશ્વ રેકોર્ડ સર્જક ઘટના છોટી કાશી ગણાતા જામનગરમાં સર્જાઇ : જૈન મુનિશ્રી શ્રમણચંદ્ર સાગરજી મહારાજ સાહેબને આ રેકોર્ડ સર્જવા બદલ સર્ટીફીકેટ પણ આપવામાં આવ્યું11:32 AM IST
સાળંગપુરમાં શ્રી કષ્ટભંનજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૭મો વાર્ષિક પાટોત્સવ ધામધુમ પૂર્વક ઉજવાયો : વડતાલદેશ પિઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ, પ.પૂ. ગુરૂવર્ય શ્રી અથાણાવાળા સ્વામી, પ.પૂ.સ.ગુ. પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામીનાં આશીર્વાદથી અને પ.પૂ.સ.ગુ. શ્રી ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી - લોજવાળાની સ્મળતિમાં આયોજન પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દિવ્ય દર્શન, અભિષેક, અન્નકૂટ, યજ્ઞદર્શન, કથા શ્રવણ,બ્રહ્મનિષ્ઠ સંતોના દર્શન-આશીર્વચન એવં મહાપ્રસાદનો લાભ સૌ પ્રેમીભક્તો પરિવાર સહિત પધારી ધન્યતા અનુભવી12:16 PM IST
ખેડૂતો પર થતા અન્યાય મામલે ધ્રોલમાં ‘આપ' દ્વારા કાળી પટ્ટી સાથે રેલી-આવેદન : ધારાસભ્ય હેમંતભાઈ ખવા, વશરામભાઈ રાઠોડ સહિતના આગેવાનો, ખેડૂતો રેલીમાં ઉપસ્થિત રહ્યા, બોટાદની ઘટનાને પણ વખોડવામાં આવી :ધ્રોલમાં મામલતદારને આવેદનપત્ર આપી ‘૩૦૦ મણથી વધુ મગફળી ખરીદો અથવા ભાવંતર યોજના લાગુ કરો'ની માંગ1:29 PM IST
આમ આદમી પાર્ટીના મહિલા નેતા રેશ્મા પટેલે આજથી અન્ન નો ત્યાગ કર્યો : જૂનાગઢ ખાતે ઝાંસીની રાણી પૂતળા પાસે આમરણ ઉપવાસ ઉપર ઉતર્યા : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવ્યો : બોટાદ માં ખેડૂતો APMC ના કદડા ના ખોટા નિયમો વિરૂધ્ધ શાંતિ પૂર્વક રીતે આંદોલન ચાલી રહ્યું હતું તો ભાજપ ના ઈશારે પોલીસ દ્વારા અનેક અત્યાચાર કરી આંદોલન તોડવાનો પ્રયાસ થયો : ભાજપ સરકાર દ્વારા ખેડૂતો ઉપર આર્થિક, શારીરિક , માનસિક શોષણ4:38 PM IST
કુવાડવા પંથકના ૨૫ વર્ષના હવસખોર વિપુલે ૭ વર્ષની બાળાને પીંખી નાંખી : બાળકીને ગુપ્ત ભાગે, ગળા, છાતીના ભાગે ઇજાઓઃ ભાગ લેવા ગયેલી બાળા મોડે સુધી ઘરે ન આવતાં શોધવા નીકળેલી માતાને તે રડતી હાલતમાં મળીઃ બાળાની માતાને જોઇ વિપુલ દોટ મુકી ભાગ્યોઃ કુવાડવા પોલીસે દૂષ્કર્મ-પોક્સો હેઠળ ગુનો નોંધી સકંજામાં લીધો2:43 PM IST
પોરબંદરના દેગામમાં વિકાસ રથ10:15 AM IST
પોરબંદરના અમરદડ ગામે વિકાસ રથનું આગમનઃ રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયાની ઉપસ્થિતિમાં વિકાસલક્ષી કાર્યક્રમ : વિવિધ યોજનાના લાભાર્થીઓએ અનુભવો રજૂ કરતાં સરકાર પ્રત્યે કળતજ્ઞતા વ્યક્ત કરી જિલ્લા કલેક્ટર એસ.ડી.ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા, રાણાવાવ તાલુકા પંચાયતની પ્રમુખ મંજુબેન બાપોદરા, ઉપપ્રમુખ જશુબેન રાઠોડ, સરપંચ શોભનાબેન રાઠોડ, જિલ્લા પંચાયતના સભ્ય ગોપાલભાઈ કોઠારી, હેમંતભાઈ ડોડીયા સહિતના ઉપસ્થિત1:18 PM IST
મોરબીમાં શ્રી જલારામ શોભાયાત્રા સમિતિ (2025) દ્વારા પૂ.જલારામબાપા જન્મજયંતીની શોભાયાત્રા સંદર્ભે કાલે તા. ૧૪ મીએ મોરબી લોહાણા સમાજ માટે મીટીંગ યોજાશે : લોહાણા સમાજ ની તમામ સંસ્થાઓ, તમામ હોદેદારો, મહિલા સંગઠનો, સમાજ શ્રેષ્ટીઓ, વેપારી મિત્રો તેમજ કમિટી મેમ્બર્સ સહિતનાને ઉપસ્થિત રહેવા શ્રી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતિનુ આમંત્રણ 4:11 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
દુનિયાના બીજા સૌથી મોટા કાપડ નિકાસકાર દેશ બાંગ્લાદેશમાં મોંઘવારીના અસહ્ય માર સામે કાપડ ઉદ્યોગના લાખો શ્રમિકોએ બમણા પગારની ઉગ્ર માગ સાથે રસ્તા પર ઉતરીને કાળમુખો હોબાળો મચાવ્યો:સળગતા ચક્કાજામ અને હિંસક વિરોધ પ્રદર્શનોથી આખા દેશમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કાપડ ફેક્ટરીઓમાં તોડફોડ અને ચક્કાજામ વચ્ચે લાખો શ્રમિકોનો આક્રોશ ફાટી નીકળતાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ અને ગાર્મેન્ટ માલિકોના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણ અને ચેતવણીઓને ધૂળ ચાટતી કરીને યુક્રેની સેનાએ રશિયાની મસમોટી ઓઇલ રિફાઇનરીઓ પર એકસાથે ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને આકાશને કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરી દીધું:યુએસ મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ ભૂરાજકીય તણાવ ચરમસીમાએ પહોંચતાં મચી ગઈ ભારે સનસનાટી : "અમે કોઈના દબાણમાં નહીં આવીએ..." રશિયાના આર્થિક અને ઈંધણના આધારસ્તંભ સમાન રિફાઇનરીઓ ભડકે બળતાં યુદ્ધના જ્વાળામુખી વચ્ચે ટ્રમ્પ છાવણી અને પુતિન શાસનના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિઃ ૧૪ વર્ષની શાનદાર કારકિર્દીનો અંત : ૩૮ વર્ષીય મેક્સવેલને ઘરઆંગણે વિદાય મેચ રમવાની તક ન મળીઃ યુવા ખેલાડીઓને પ્રાધાન્ય આપવાનો ઓસ્ટ્રેલિયન પસંદગીકારોનો નિર્ણયઃ શરીરને વધુ આરામ આપવા અને ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં રમવા નિવૃત્તિ લીધી10:24 AM IST

































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી









































































































































































