News of Friday, 10th May 2024
રાજપીપળા કરજણ નદી કિનારે રૂ.1.60 કરોડના નવા બનાવેલા ઓવારાનું ધોવાણ થતું જોવા મળ્યું
નગરપાલિકા દ્વારા જુનો જર્જરિત ઓવારો તોડી 1.60 કરોડના ખર્ચે નવો ઓવારો બનાવાયો પરંતુ નીચે યોગ્ય પુરાણ નહિ કરાતા ધોવાણ ના કારણે ઓવારા પર જોખમ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા શહેર કરજણ ઓવરા કિનારે વસેલું છે.અને કરજણ નદી કિનારે 400 વર્ષ પહેલા મહારાજા દ્વારા આ ઓવરો વિશેષ પથ્થરો દ્વારા બનાવવામાં આવ્યો હતો.અને જે બનાવવાથી એક પ્રવાસન ધામ તરીકે આ વિસ્તાર વિકાસ પામ્યો હતો.કરજણ નદીમાં પુરની પરિસ્થિતિને કારણે આ ઓવારો ઘણા સમયથી તૂટી જતા નગરજનો માટે ચિંતાનો વિષય બન્યો હતો, રોજ સવારે જોગિંગ માટે રાજપીપળા વાસીઓ આ કરજણ નદીના કિનારે આવતા હોય છે, તેમજ દર વર્ષે કરજણ નદીના પુરના કારણે ઓવરો વધુ ને વધુ તૂટી રહ્યો હતો,માટે આ ઐતિહાસિક ઓવારો 1.60 કરોડના ખર્ચે બનવવામાં આવ્યો હતો. ત્યારે આ ઓવારો તો નવો બન્યો પરંતુ ઓવારા ના છેક નીચલા પગથિયાં ની નીચે મજબૂત પાયો નહિ બનતા હક માં આ પગથિયાં માં એક તરફ મોટો ગેપ જોવા મળી રહ્યો છે, જો ચોમાસા માં જોરદાર વરસાદ આવશે તો કદાચ આ ગેપ વધશે અને ઓવારા ના પગથીયા પાણીમાં ગરકાવ થશે તો જૂના જર્જરિત ઓવારા કરતા પણ આની હાલત ખરાબ બનશે.માટે પાલિકા તંત્ર પાણી આવતા પહેલા પાળ બાંધે તે જરૂરી છે.
(9:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
