તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
ક્રિકેટ સટ્ટાના કરોડો રૂપિયાના હવાલા આંગડિયા પેઢી મારફત પડતા હતા
આંગડિયા પેઢીઓ પરના દરોડાની તપાસમાં ખુલતી માહિતી

અમદાવાદ,તા. ૧૩: ગુજરાત પોલીસે આંગડિયા પેઢીઓ પર દરોડા પાડીને કરોડો રૂપિયાના હવાલા, કરોડો રૂપિયા રોકડા અને એક કિલો સોનું ઝડપી લીધું છે. તપાસમાં ઇનકમ ટેક્સ અને ઇડીની ટીમો પણ જોડાઇ ગઇ છે. સેન્ટ્રલ એજન્સીઓની પ્રાથમિક તપાસમાં જ આંગડિયા પેઢીઓ દ્વારા કરોડો રૂપિયાના હવાલા દેશમાં જ પડ્યા હોવાની વિગતો મળી આવી છે.
દુનિયાના કોઇ પણ દેશમાં કોઇ પણ મેચ રમાતી હોય પરંતુ તેના પર સટ્ટો તો ગુજરાતમાં જ રમાતો હોય. દુબઇ કે અન્ય દેશોમાં બેઠેલા સટ્ટા કિંગ દ્વારા ઓનલાઇન સટ્ટો રમાડવા માટે મોબાઇલ એપ્લિકેશન શરૂ કરાઇ છે. આ સટ્ટાની હારજીતના રૂપિયાના બીજા દિવસે સવારે હવાલા પડી જતા હોય છે. હાલ ચાલી રહેલી આઈપીએલ મેચમાં ચોક્કસ આંગડિયા પેઢીમાં જ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
આ તપાસમાં ઇનકમ ટેક્સ અને ઇડીની ટીમો પણ જોડાઇ છે. આઇપીએલની દરેક મેચ પર દેશમાં હજારો કરોડનો સટ્ટો રમાતો હોય છે. બુકીઓ સ્ટેડિયમમાં વીવીઆઇપી લોન્જમાં બેસીને સટ્ટો રમાડતા હોવાની વિગતો પણ સામે આવી છે. સટ્ટાના કરોડો રૂપિયા બ્લેકના વ્હાઇટ કરવા માટે ચોક્કસ એજન્ટો દ્વારા હજારો બેંક એકાઉન્ટ ભાડેથી લેવામાં આવ્યા છે. જે એકાઉન્ટમાં રૂપિયાના મલ્ટી ટ્રાન્જેક્શન કરીને બોગસ કંપનીઓના ફોરેન એકાઉન્ટમાં પણ રૂપિયા ટ્રાન્સફર કરી દેવાતા હોવાની વિગતો સામે આવી રહી છે. આવા સંખ્યાબંધ એકાઉન્ટ ફ્રીજ કરવાની કવાયત શરૂ કરાઇ છે.
ક્રિકેટ સટ્ટાના રૂપિયા વિદેશ ટ્રાન્સફર કરવા માટે સટ્ટાકિંગની જુદી જુદી ટીમ ગુજરાતમાં જરૂરિયાતમંદ લોકોના બેંક એકાઉન્ટ ભાડે લઇને તેમાં રૂપિયાના મલ્ટી ટ્રાન્જેક્શન કરાવવામાં આવતા અને આખરે બોગસ કંપનીઓના ફોરેન એકાઉન્ટમાં આ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવતા હોવાની વિગતો સામે આવી રહી છે.
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
