તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકીઃ ૨ મહિલા બૂટલેગરો સહિત ૧ ડઝન બૂટલેગરો મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા
મોટા બંદોબસ્તમાંથી મહદઅંશે ફુરસદ મળતા આરામ હરામ કરી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક દ્વારા મૂળ કામ તરફ ક્રાઇમ બ્રાન્ચ, પીસીબીને એક્ટિવ કરતા સન્નાટો : આ ઝુંબેશ ટોપ ગીયરમાં મૂકવા સાથે બૂટલેગરો પુરતી મર્યાદિત નહિ રહે, શરદ સિંઘલનાં માર્ગદર્શનમાં જેમના : નેતળત્વ હેઠળ આખું ઓપરેશન ચાલી રહ્યું છે તેવા ડીસીપી ક્રાઇમ અજિત રાંજીયાન સાથે ‘અકિલા'ની વાતચીત

રાજકોટ, તા.,૧૩: અમદાવાદ શહેરની કાયદો વ્યવસ્થાની સ્થિત, વહીવટદારોનાં સામ્રાજ્ય સહિતની ચોંકાવનારી બાબતો પોતાના મત વિસ્તાર ગાંધીનગરમાં જેનો ચોક્કસ ભાગ અમદાવાદ શહેરમાં સમાવિષ્ઠ છે તેવા અમદાવાદની સ્થિતિ વિશે જાણીે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ જે તે સમયે અર્થાત્ એકાદ વર્ષ પહેલાં અમદાવાદ સીપીની જગ્યા ખાલી હતી એ સમયે ચોંકીે ઉઠેલ, આથી લોકસભા ચૂંટણી વિગેરે બાબતો ધ્યાને રાખી સ્વચ્છ છબી અને કડક હાથે કામ લેવા ટેવાયેલા અને કે તે સમયે કેન્દ્રમાં ડેપ્યુટેશન રહેલ પોતાના વિશ્વાસુ જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકને અમદાવાદ સીપી બનાવ્યા.
ભારત-પાકિસ્તાન મેચ સહિત વિવિધ તહેવારો, લોકસભા ચૂંટણી બંદોબસ્ત મહદઅંશે પૂર્ણ થતાં ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી વિગેરે સાથે ગુન્હાના મૂળસમાં દારૂના મોટા બૂટલેગરો પર આકરી કાર્યવાહી કરવા આપેલ આદેશ અંતર્ગત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિંઘલનાં માર્ગદર્શન હેઠળ ડીસીપી અજિત રાંજિયાનંનાં નેતળત્વ હેઠળ એક ડઝન જેટલા બૂટલેગર પર ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકતા બૂટલેગરો માફક ઘણા પોલીસ મથકોના જવાબદારોનાં બ્લડપ્રેશર વધી ગયા હતા.
જે બૂટલેગરોને દારૂના જથ્થા સાથે ઝડપી લેવાયા તેમાં અમરાઈવાડી સ્વસ્તિક ૪ રસ્તા પરથી સુરેશ ઉર્ફ ભૂરિયો, નારોલ ગામ વિસ્તારમાંથી લાલજી ઉર્ફ બોડિયો, ગોમતીપુર વિસ્તારમાંથી મહિલા બૂટલેગર ફરીદાબે,નિકોલમાંથી રૂપાબેન, એરપોર્ટ હસોલ વિસ્તારમાંથી રામાયણ ઉર્ફ અજય, કાગડાપીઠ પાસેથી અનિલ ચુનારા, નરોડા પાટિયા પાસેથી થોભસિહ અને વિજયસિંહ, દરિયાપુર વિસ્તારનો બિપીન ઉર્ફ મસ્તાન, મેઘાણી નગરના કિશન અને સંજય, કાગડાપીઠનો મયુર ઉર્ફ કડુંને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલ.
આમ પોલીસ ઇન્સ્પેક્ટરોની અલગ અલગ ટીમો દ્વારા કુલ- ૧૦ જગ્યાએ સફળ રેઈડ કરી ૧૨ આરોપીઓ પાસેથી કુલ ૯૩૦ લીટર દેશીદારુ તથા વાહનો અને રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોન સહીત કુલ કિ.રૂ. ૮૩,૯૭૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
આવનાર સમયમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રોહીબીશન,જુગાર, ડ્રગ્સ વિગેરે ગેરકાયદેસર પ્રવળત્તિમાં સક્રિય તત્વો વિરૂધ્ધ કોઈપણ સમયે સરપ્રાઈઝ પધ્ધતિથી રેઈડ કરી, આ પ્રવળત્તિમાં સંડોવાયેલ અસમાજીક તત્વોને પકડવામાં આવશે. અને આ માટે ખાસ રણનીતિ પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક, જેસીપી શરદ સિંઘલનાં માર્ગદર્શન હેઠળ અમોએ ઘડી કાઢી હોવાનું ડીસીપી અજિત રાંજીયાને અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
