<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

ઉમરગામ પંથકનાં ફણસા નજીક બાઇક અને કાર વચ્‍ચે ગોઝારો અકસ્‍માતઃ વાપીના ૩ યુવાનોના ઘટના સ્‍થળે કરૂણ મોત

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપી તા. ૧૩ :.. વલસાડ જીલ્લા ના ઉમરગામ પંથક નાં કલગામ નજીક બાઇક અને કાર વચ્‍ચે ગોઝારો અકસ્‍માત સર્જાતા વાપી નાં ત્રણ યુવાનો નાં  કરુણ મોત નિપજતા સમગ્ર પંથક માં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

મળતી માહિતી અનુસાર વાપી નાં કચીગામ રોડ ઉપર આવેલા નાયકવાડ ખાતે રહેતાં વિશાલ હળપતિ ( ઉં. વર્ષ ૨૩ ), મિત્ર ની સ્‍પેલન્‍ડર મોટરસાયકલ લઈને ફળિયા માં જ રહેતાં  અક્ષય ( ઉ. વર્ષ.૧૮ ), તથા સંતોષ (ઉ. વર્ષ.૧૫ ), તેમજ અન્‍ય મીત્રો સાથે એક મીત્ર નો જન્‍મ દિવસ હોવાથી કલગામ ખાતે પ્રસિધ્‍ધ હનુમાન મંદિરે દર્શન કરવા નીકળ્‍યા હતા.

આ દરમ્‍યાન તેવો કોસ્‍ટલ હાઇવે ઉપર આવેલ ટાટા વાડી નજીક થી પસાર થઈ રહ્યા હતા ત્‍યારે કલગામ તરફ થી આવતી એક કાર બાઇક સાથે ધડાકા ભેર અથડાતાં બાઈક સવાર ત્રયેય યુવાનો હવા માં ફંગોળાયા હતા અને પછી નિચે પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી.

સ્‍થાનિક લોકો એ ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ બોલાવી આ ત્રણેય મિત્રો ને વાપી તથા ભીલાડ એમ અલગ-અલગ હોસ્‍પિટલ માં ખસેડયા હતા, પરંતુ ગંભીર ઇજા પામેલ ત્રણેય યુવાનો ને તબીબો એ મળત જાહેર કરતા સમગ્ર પંથક માં શોક નો માહોલ છવાયો હતો, મળતક યુવાનો નાં પરિવારજનો ઉપર તો જાણે આભ ફાટી પડયું હતું.

આ બનાવ અંગે નારગોલ મરીન પોલીસે ગુનો નોંધી કાર ચાલક ની અટકાયત કરી વધું તપાસ હાથ ધરી છે.

(2:49 PM IST)