<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

ભાજપના શાસનથી ત્રસ્‍ત લોકો પરિવર્તન ઝંખે છેઃ મહારાષ્‍ટ્રમાં સભા ગજાવતા પરેશ ધાનાણી

રાજકોટઃ મુંબઇ કોંગ્રેસ ગુજરાતી સમાજ આયોજીત વિલે પાર્લે ઇસ્‍ટ એન્‍ડ વેસ્‍ટ ખાતે ચુંટણી પ્રચારના કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા અને રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઇ ધાનાણી ખાસ ઉપસ્‍થિત રહી અને મહાગઠબંધનના ઉમેદવાર વર્ષાતાઇ ગાયકવાડને જંગી બહુમતીથી ચુંટણી કાઢવા હાર્દિક અપીલ કરી હતી. પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્‍યું હતું કે, ભાજપના શાસનથી ત્રસ્‍ત લોકો પરિવર્તન ઝંખે છે. આ તકે મોટી સંખ્‍યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા. જે તસવીરમાં નજરે પડે છે.

(2:57 PM IST)