તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
પૂર્વ ધારાસભ્ય રત્નાભાઇ ઠુંમરે ૪ વર્ષ પહેલા કોરોનાકાળમાં મુખ્યમંત્રી રાહતનિધિમાં રૂા. ૫૧ હજારનો ફાળો અર્પણ કર્યો'તો
અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવતા રત્નાબાપાએ ધારાસભ્ય તરીકે પોતાનો પગાર પણ નથી લીધો અને પેન્શન પણ નથી લીધુઃ ધારાસભ્ય હતા ત્યારે પણ સરકારી બસમાં જ સામાન્ય મુસાફર તરીકે મુસાફરી કરી'તી

રાજકોટ તા.૧૩: લેઉવા પટેલ સમાજના અગ્રણી શ્રી અને મેંદરડા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય એવા રત્નાભાઇ મનજીભાઈ ઠુંમરનું દેહાવસાન થયેલ છે. ૧૨મી મે ૨૦૨૪ ના વહેલી સવારે રત્નાબાપા ઠુમરે પોતાના દેહનો ત્યાગ કરી વૈકુંઠ ગમન થતાં લેઉવા પટેલ સમાજે એક અગ્રણીની છત્રછાયા ગુમાવી છે.
નખશિખ પ્રમાણિકપણે ભારતીય જનતા પક્ષના વિચારોને વરીને રાજનીતિક ક્ષેત્રમાં જીવન પર્યંત યોગદાન આપનાર રત્નાબાપા ઠુંમર ભારતીય જનતા પક્ષના પાયાના કાર્યકર્તા તરીકે આગવી ઓળખ ધરાવતા હતા.
આજથી ચાર વર્ષ પહેલાં કોરોનાકાળમાં મુખ્યમંત્રી રાહતનિધિમાં જૂનાગઢ જિલ્લાના પૂર્વ ધારાસભ્ય રત્નાભાઈ ઠુમર દ્વારા રૂપિયા ૫૧,૦૦૦ નો ફાળો આપવામાં આવેલ છે.
મેંદરડા-માળિયા મતવિસ્તારમાંથી ગુજરાત રાજયના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવતા રત્નાબાપાએ ધારાસભ્ય તરીકે પોતાનો પગાર પણ નથી લીધો અને પેન્શન પણ નથી લીધું. ધારાસભ્ય હતા ત્યારે પણ સરકારી બસમાં જ સામાન્ય મુસાફર તરીકે મુસાફરી કરી છે.
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
