News of Monday, 13th May 2024
બાપુ, શરીરનું ગમે તે હોય પરંતુ હું ભાજપને મત આપ્યા પહેલા જવાનો નથી...: રત્નાભાઇ ઠુંમરે થોડા દિવસ પહેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને કહ્યું'તુ
ધારાસભ્ય તરીકે તેઓ હંમેશ પોતાના કર્તવ્યને વળગી રહીને પ્રજાપરાયણ રહ્યા હતા : પૂર્વ કળષિ અને શિક્ષણ મંત્રી તથા ભારતીય જનતા પક્ષ, ગુજરાત પ્રદેશના પ્રદેશ અગ્રણી દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ

રાજકોટ, તા.૧૩: પૂર્વ ધારાસભ્ય અને વયોવળદ્ધ કિસાન અગ્રણી રત્નાભાઇ મનજીભાઈ ઠુંમરનુ અવસાન થતા પૂર્વ કળષિ અને શિક્ષણ મંત્રી તથા ભારતીય જનતા પક્ષ, ગુજરાત પ્રદેશના પ્રદેશ અગ્રણી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઊંડા શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરી છે.
તેઓએ તેમના પરિવારને પાઠવેલ શોકસંદેશમાં જણાવ્યું છે કે શ્રી રત્નાભાઇ એક સમર્પિત ધારાસભ્ય તરીકે આજીવન પ્રજાને સમર્પિત રહીને લોકકલ્યાણના કાર્યોમાં પ્રવળત્ત રહ્યા હતા. કોરોના જેવા કપરા કાળમાં પણ તેઓએ જન સેવાને કેન્દ્રમાં રાખીને પોતાનું યથોચિત પ્રદાન નોંધાવ્યું હતું.
ધારાસભ્ય તરીકે તેઓ હંમેશ પોતાના કર્તવ્યને વળગી રહીને પ્રજાપરાયણ રહ્યા હતા.
શ્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે હમણાં જ થોડા દિવસો પહેલા લોકસભાની ચૂંટણીઓ દરમિયાન હું તેઓને તેમના નિવાસસ્થાને મળવા ગયો ત્યારે સ્વાભાવિક રીતે જ મેં તેમના સ્વાસ્થ્ય સંબંધી પળચ્છા કરતા તેઓએ ખૂબ જ ઉમળકાભેર અને નિખાલસતા પૂર્વક જણાવ્યું હતું કે બાપુ, શરીરનું ગમે તે હોય પરંતુ હું ભાજપને મત આપ્યા પહેલા જવાનો નથી., અને જુઓ! યોગાનુયોગ પણ કેવો! તેઓનો સંકલ્પ પણ પરમાત્માએ જાણે કે સિદ્ધ કર્યો.
પરમ કળપાળુ પરમાત્મા આવા સેવાભાવી અને કર્તવ્ય નિષ્ઠ સ્વર્ગસ્થ રત્નાભાઇ ઠુંમરને શાંતિ આપે અને તેમના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું અને તેમના પરિવારને સાંતવન પણ પાઠવું છું, તેમ શ્રી ચુડાસમાએ જણાવ્યુ હતું.
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
