<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

રીઢા ગુનેગારો સામે જંગે ચઢેલા સુરત સીપી અનુપમસિંહ ગેહલોત હવે કુખ્‍યાત ગેંગ આડે સ્‍પીડ બ્રેકર મુકવા અનુભવી અધિકારીઓને મેદાને ઉતારવાનો નિર્ણય કામયાબ રહ્યો

સુરતમાં કુખ્‍યાત સિકિલગર ગેંગ ફળેફૂલે તે પહેલાં અનુભવી પીઆઇ અતુલ સોનારાનાં નેતૃત્‍વ હેઠળ પીઆઇ એમ. કે. ગોસ્‍વામી અને પીએસઆઇ બી. એમ. પરમાર તથા સ્‍ટાફે ઝડપી લીધા

રાજકોટ તા. ૧૩: સુરતમાં ડ્રગ્‍સ સપ્‍લાયર, આયુર્વેદિક શિરપનાં નામે નશાકારક શિરપ, ટેબ્‍લેટ હથિયાર સપ્‍લાયર કરનાર સોદાગરો, રીઢા ગુનેગાર ઘરમાં છે કે કેમ, અને તડીપાર અપરાધીઓ ઘરમાં નથી ને? તેવી પ્રજાને પિડતા તત્‍વો સામે જંગે ચઢી પીસીબી પીઆઇ આર. એસ. સુવેરા ટીમને રાઉન્‍ડ ધ કલોક પાસા, તડીપાર માટે એકિટવ કરનાર સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને સિકલિગર ગડેંગ સુરત તરફ એકિટવ થયાની માહિતી આધારે ડીસીબી એસઓજી સાથે આ ગેંગને રાજકોટના કાર્યકાળ દરમિયાન ઝડપી ચૂકેલા રાંદેર પીઆઇ અતુલ સોનારાં ટીમને પણ એરિટવ કરવાનો નિર્ણય ખૂબ સાર્થક સાબિત થયો છે.

જરૂરી સુચના આપેલ જે આધારે સર્વેલન્‍સ પો.સ.ઇ. બી. એસ. પરમાર નાઓએ સર્વેલન્‍સ સ્‍ટાફના માણસોની અલગ-અલગ ટીમો બનાવી લોકલ-સોર્સીસ તથા સીસીટીવીની મદદથી ગુનો ઉકેલવા જરૂરી સુચના આપેલ હોય ઉપરી અધિકારીના માર્ગદર્શન મુજબ પેટ્રોલીંગમાં ચાલુ હતા અને સુચના મુજબ લીડ મેળવવા પ્રયત્‍નશીલ હતા અને ટીમ-એ નાઓને બનાવના સ્‍થળેથી આરોપી ચોરી કરવા આવેલ તેને ટ્રેક કરી રીવર્સ સીસીટીવી સર્વેલન્‍સ કરવાની સુચના આપેલ તથા ટીમ-બી ને નાઓને ફ્રન્‍ટ કેમેરા ચેક કરવાની સુચના આપેલ જે બન્‍ને ટીમોએ સીસીટીવી સર્વેલન્‍સ તથા સ્‍થાનીકોની પુછપર કરતા દરમ્‍યાન આરોપીઓ ઉધના પ્રભુનગર બીઆરસી આવાસ વિસ્‍તારના હોવાની હકીકત મળેલ આ બન્‍ને ટીમોની કામગીરીનું સંકલન કરી આ વિસ્‍તારમાં ખાનગી બાતમીદારોનો સંપર્ક કરવા બન્‍ને ટીમોને સુચના આપેલ જે આધારે ખાનગી બાતમીદારોનો સંપર્ક રતા ટીમવર્કથી હકીકત જાણવા મળેલ કે, ‘‘ઉધના પ્રભુનગર બીઆરસી આવાસમાં રહેતા જકપાલસિંહ ઉર્ફે જશપાલસીંગ સીકલીગર તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર આ બન્‍ને ઇસમોએ પોતે ચોરી કરેલ હોંડા સાઇન બાઇકની પાછળની નંબર પ્‍લેટ કાઢી નાંખી આ બાઇક પર જઇ વહેલી સવારે ચોરીને અંજામ આપેલ જેઓ બન્‍ને બાઇક પર પાંડેસરા દક્ષેશ્‍વર ચાર રસ્‍તા ખાતેથી પસાર થનાર છે જેમાં ગાડી ચલાવનારે રાખોડી કલરનું ર્શ પહેરેલ તથા પાછળ બેસેલ ઇસમે તેના ખભે સ્‍કુલબેગ લગાવેલ છે.'' વિગેરે મુજબની બાતમીના આધારે ચોરીમાં ગયેલ રોકાડ રૂપિયા તથા વાહન તથા ચોરીમાં ગયેલ મુદામાલ સાથે પકડી લઇ મુદામાલ રીકવર કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 પકડાયેલ આરોપીનું નામ જકપાલસીંગ ઉર્ફે જશપાલસીંગ જગદીશસીંગ સીકલીકર ઉ.વ.-૧૯ ધંધો-તાળાની ચાવી બનાવવાનું રહે-ઘર નં. ૧૧૯ બીઆરસી પ્રભુનગર ઉધના સુરત મુળ ગામ-એકતાનગર ગુરૂદ્વારાની સામે નલવા રોડ જી-નંદુરબાર (મહારાષ્‍ટ્ર)

(3:19 PM IST)