તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
રત્નાભાઇ ઠુંમર સમર્પિત પ્રજાસેવક હતાઃ ભૂપેન્દ્રસિંહ

રાજકોટ,તા.૧૩: પૂર્વ ધારાસભ્ય અને વયોવૃદ્ધ કિસાન અગ્રણી શ્રી રત્નાભાઇ મનજીભાઈ ઠુંમરના અવસાન બદલ પૂર્વ કૃષિ મંત્રી પ્રદેશ અગ્રણી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તેઓએ તેમના પરિવારને પાઠવેલ શોકસંદેશમાં જણાવ્યું છે કે શ્રી રત્નાભાઇ એક સમર્પિત ધારાસભ્ય તરીકે આજીવન પ્રજાને સમર્પિત રહીને લોકકલ્યાણના કાર્યોમાં પ્રવૃત્ત રહ્યા હતા. કોરોના જેવા કપરા કાળમાં પણ તેઓએ જન સેવાને કેન્દ્રમાં રાખીને પોતાનું યથોચિત પ્રદાન નોંધાવ્યું હતું.
શ્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે હમણાં જ થોડા દિવસો પહેલા લોકસભાની ચૂંટણીઓ દરમિયાન હું તેઓને તેમના નિવાસસ્થાને મળવા ગયો ત્યારે સ્વાભાવિક રીતે જ મેં તેમના સ્વાસ્થ્ય સંબંધી પૃચ્છા કરતા તેઓએ ખૂબ જ ઉમળકાભેર અને નિખાલસતાપૂર્વક જણાવ્યું હતું કે શરીરનું ગમે તે હોય પરંતુ હું ભાજપને મત આપ્યા પહેલા જવાનો નથી.અને જુઓ! યોગાનુયોગ પણ કેવો! તેઓનો સંકલ્પ પણ પરમાત્માએ જાણે કે સિદ્ધ કર્યો.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
