<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

અમદાવાદના સેટેલાઇટ વિસ્‍તારમાં એએમટીએસ બસના ડ્રાઇવરે અકસ્‍માતની હારમાળા સર્જીઃ બ્રેક ફેઇલ થતા 8 વાહનને હડફેટે લેતા 4ને ઇજા

ટ્રાફીક પોલીસ દ્વારા ડ્રાઇવરની ધરપકડ બાદ જામીનમુક્‍ત

અમદાવાદ: રવિવારે સાંજે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ સ્ટાર બજાર નજીક અક્સ્માતનો બનાવ સામે આવ્યો હતો. AMTS બસ ચાલક ની બ્રેક ફેલ થઈ જાય અક્સ્માતની હારમાળા સર્જાય હતી. AMTS બસ ચાલક એ એક નહિ બે નહિ પણ 8 વાહનો સાથે અક્સ્માત સર્જ્યો હતો. અક્સ્માત થતા લોકો ની ભીડ એકઠી થઈ હતી અને કલાકો સુધી ટ્રાફીક જામના દ્ર્શ્યો પણ સર્જાયા હતા.

પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે બ્રેક ફેલ થઈ જતા અકસ્માત થયો હતો. આમિર મન્સૂરી 10 વર્ષ થી બસ ચલાવે છે ત્યારે એન ટ્રાફીક પોલીસે બસ ચાલક ની ધરપકડ કરી બીજા દિવસે એટલે કે  સોમવારે સવારે જામીન પર મુક્ત કર્યો હતો.

AMTS બસ નંબર GJ01 KT 0952 અમદાવાદ સ્થિત ઘુમાથી હાટકેશ્વર જઇ રહી હતી. મળતી માહિતી અનુસાર 151 નંબરની આ બસ જ્યારે જોધપુર ચોકડી પાસે સ્ટાર બજાર પાસે પહોંચી તો બસની બ્રેક ફેલ થઇ ગઇ હતી.

ત્યારબાદ બસે એક પછી આઠ ગાડીઓને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અર્ટિંગા કારમાં સવાર ત્રણ લોકો અને બાઇક સવાર સહિત ચાર લોકોને ઇજા પહોંચી છે. આ ઇજાગ્રસ્તોને સારવાર હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.

અકસ્માત બાદ લોકોની ભારે ભીડ જામી ગઇ હતી. આ દરમિયાન બસ ચાલકને ઘટનાસ્થળ પર હાજર લોકોએ પકડી પાડ્યો હતો. એન ડિવીઝન પોલીસે AMTS બસ ડ્રાઇવર મોહમંદ આમીન અંસારીની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. 

આમિર મન્સૂરી 10 વર્ષ થી બસ ચલાવે છે ત્યારે એન ટ્રાફીક પોલીસે  બસ ચાલકની ધરપકડ કરી બીજા દિવસે એટલે કે  સોમવારે સવારે જામીન પર મુક્ત કર્યો હતો.

(5:17 PM IST)