<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રિમોન્સુન એક્ટિવિટી :અંબાજી સહિતના વિસ્તારોમાં વરસાદ: ગાંધીનગરમાં વરસાદી માહોલ

ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય, સૌરાષ્ટ્ર અને દક્ષિણના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો

અમદાવાદ : હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. જેને લઈને અમદાવાદ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પ્રિમોન્સુન એક્ટિવિટી જોવા મળી છે.

   અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી છે. શહેરના ગોતા, એસ.જી.હાઈવે, વૈષ્ણોદેવી, જગતપુર અને પાલડી જેવા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે

  ઉત્તર ગુજરાતમાં અંબાજી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. તો ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ છવાયો છે. ઠેર ઠેર પડી રહેલા કમોસમી વરસાદે ગરમીમાં ચોક્કસ રાહત આપી. ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય, સૌરાષ્ટ્ર અને દક્ષિણના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે.  

(6:38 PM IST)