News of Monday, 13th May 2024
ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો :ભારે ઉકળાટ વચ્ચે પવન સાથે વરસાદ ખાબક્યો
ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે પવનની ડમરીઓ ઉડી:જોરદાર પવન સાથે તાલુકાના અનેક ગામોમાં વરસાદ વરસ્યો: કાજાવદર, જાંબાળા, ટાણા સહિતના વિસ્તારોમાં વરસાદ

અમદાવાદ : ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે ઉકળાટ વચ્ચે વરસાદ ખાબક્યો હતો. ભરઉનાળે જિલ્લાના અનેક તાલુકામાં સ્વચ્છ આકાશમાં વાદળછાયુ વાતાવરણ બન્યુ હતુ
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે પવનની ડમરીઓ ઉડી હતી અને જોરદાર પવન સાથે તાલુકાના અનેક ગામોમાં વરસાદ વરસ્યો હતો. કાજાવદર, જાંબાળા, ટાણા સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો.
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
