તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
આગામી ત્રણ કલાકમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકોને મોટી રાહત મળી: ભાવનગર, બોટાદ અને તાલાલા વિસ્તારમાં વરસાદ થયો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી , પાટણ અને મહેસાણામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શકયતા

અમદાવાદ : કાળઝાળ ગરમીથી ત્રસ્ત ગુજરાતના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકોને મોટી રાહત મળી છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થયો છે. આ સાથે તાપમાનમાં અનેક ડિગ્રીનો ઘટાડો થયો હતો.
બપોર બાદ સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ અને તાલાલા વિસ્તારમાં સારો એવો વરસાદ થયો હતો. આ વરસાદને કારણે કેરીનો પાક વહેલો બજારમાં પહોંચે તેવી આશા સેવાઈ રહી છે. જોરદાર વાવાઝોડાની સૌથી વધુ અસર ગુજરાતના બોટાદમાં જોવા મળી હતી.
આગામી 3 કલાક ગાજવીજ અને ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી , પાટણ અને મહેસાણામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે
(6:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
