તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
બોટાદમાં ભારે પવનની આંધી ઉઠી :બોટાદની ડિસ્ટ્રિક્ટ કોર્ટનો પાર્કિંગ શેડ કારણે ઉડી ગયો
હવામાં ઉડતા ડિસ્ટ્રિક્ટ કોર્ટના પાર્કિંગ શેડનું આ દ્રશ્ય કેમેરામાં કેદ થયું

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે પડેલા વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી હતી. હવામાન વિભાગે ખેડૂતોને સલાહ આપી છે કે આગામી બે-ત્રણ દિવસ સુધી મોટા ભાગના સ્થળોએ વરસાદ પડશે. ભારે પવનને કારણે તેમના પાકને પણ નુકસાન થઈ શકે છે.
દરમિયાન સોમવારે બપોરે ત્રાટકેલા વાવાઝોડાની સૌથી વધુ અસર બોટાદ જિલ્લામાં થઈ હતી. બોટાદની ડિસ્ટ્રિક્ટ કોર્ટનો પાર્કિંગ શેડ ભારે પવનના કારણે ઉડી ગયો હતો. હવામાં ઉડતા ડિસ્ટ્રિક્ટ કોર્ટના પાર્કિંગ શેડનું આ દ્રશ્ય કેમેરામાં કેદ થયું હતું. બોટાદના ખસ રોડ પર જિલ્લા અદાલત આવેલી છે
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
