તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
અમદાવાદ અને ગાંધીનગરના અનેક વિસ્તારોમાં વરસાદ : રાજ્યના ત્રણ જિલ્લામાં એક ઇંચ વરસાદ: અમદાવાદમાં આંધીથી વાહનચાલકો પરેશાન :
. ધૂળની ડમરીઓ ઊડતાં વાહનચાલકોને મુશ્કેલી:સાંજના સમયે આંધારું છવાયું : સેક્ટર 11 રામકથા મેદાનની સામે એક વૃક્ષ ધરાશાયી ; ઉમરાળામાં અને ઈડર તથા વઘઈમાં અડધો ઈંચ વરસાદ

અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે.શહેરમાં આંધી-વંટોળનો માહોલ છવાયો છે. ધૂળની ડમરીઓ ઊડતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ સાંજના સમયે આંધારું છવાયું હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદ સહિત ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં આંધી વંટોળ સાથે ધોધમાર વરસાદ બાદ આજે સાંજે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં આંધી-વંટોળનો માહોલ છવાયો છે. ધૂળની ડમરીઓ ઊડતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ સાંજના સમયે આંધારું છવાયું હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદ સહિત ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યોહતો
ગાંધીનગરમાં આંધી વંટોળ બાદ વરસાદ શરૂ થયો છે. પાટનગરનાં વાતાવરણમા અચાનક પલટો આવ્યો છે. દીવસભરના ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થયો છે. સેક્ટર 11 રામકથા મેદાનની સામે એક વૃક્ષ ધરાશાયી થયો છે. વીજ વાયરો પણ વૃક્ષ ની સાથે તૂટીને રોડ ઉપર પડયા છે
રાજ્યમાં છેલ્લા 10 કલાકમાં રાજ્યના 5 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 3 જિલ્લામાં 1 ઈંચ વરસાદ પડ્યો છે. બોટાદ, નવસારીના વાંસદામાં એક ઈંચ વરસાદ પડ્યો છે. ભાવનગરના ઉમરાળામાં અડધો ઈંચ વરસાદ અને ઈડર તથા વઘઈમાં પણ અડધો ઈંચ વરસાદ પડ્યો છે.
થન્ડરસ્ટ્રોમ એક્ટીવીટીની અસર શરૂ થઇ છે. જેના પગલે ભારે પવનના કારણે વિમાની સેવાને અસર થઇ છે. જોકે, સાંજના 7 વાગ્યા સુધી રાજ્યના 23 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી છે.
સાંજે 7 વાગ્યા સુધી ગુજરાતમાં માવઠાની આગાહી છે. 23 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, મહેસાણા, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં વરસાદ વરસી શકે છે.
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
