તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી
અજાણ્યા ઈ-મેઇલથી એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી :એરપોર્ટ પર મુસાફરોની તપાસ તેમજ સુરક્ષા સઘન કરાઈ

અમદાવાદ, તા.૧૩
અમદાવાદની સ્કૂલો બાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. કોઇ અજાણ્યા ઈ-મેઇલ આઇડી પરથી એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે. બપોરના સમયે અજાણ્યા ઇ-મેઇલ આવ્યો હતો.
એરપોર્ટ ઓથોરિટી દ્વારા ગ્રાઉન્ડ સ્ટાફ અને એરલાઇન્સ સ્ટાફને તમામ મુસાફરોનું સઘન ચેકિંગ કરવાની કડક સૂચના આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ પણ અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.
અમદાવાદની સાથે જ ભોપાલના રાજાભોજ એરપોર્ટ, દિલ્હી, જયપુર, અમદાવાદ, લખનઉ, પટના, અગરતલા, ગુવાહાટી, જમ્મૂ, ઔરંગાબાદ, બાગડોગરા અને કાલીકટ એરપોર્ટને પણ બોમ્બથી ઉડાડવાની ધમકી ભરેલો ઈ-મેઈલ મળ્યો હતો.પહેલા ડિસેમ્બર, ૨૦૨૩માં અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેઇલ પોલીસને મળતા પોલીસ દોડતી થઈ હતી. આ ધમકીભર્યા ઇ-મેઇલ બાદ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે પ્રાથમિક તપાસમાં એરપોર્ટ પર બોમ્બ હોવાની વાત માત્ર એક અફવા હોવાનું સામે આવ્યું હતું. જો કે, અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવીની ધમકી આપતો એક ઇ-મેઇલ શહેર પોલીસને મળ્યો હતો. આ ઇ-મેઇલ આવ્યા બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની ટીમ સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે, પ્રાથમિક તપાસમાં એરપોર્ટ પર કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. આ મામલે હવે એરપોર્ટ પોલીસે અફવાને લઈને ફરિયાદ નોંધી હતી.તાજેતરમાં જ દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન ગુજરાતમાં થયું હતું.
ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનના આગલા દિવસે એટલે કે ૬ મે, ૨૦૨૪ના રોજ અમદાવાદની ૩૬ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની એક બાદ એક સ્કૂલને ઇ-મેઈલ દ્વારા ધમકી મળી હતી. ધમકીવાળી સ્કૂલો પર પોલીસે જઈ ચેકિંગ કર્યું હતું. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે પણ ઘટનાસ્થળે ચેકિંગ કર્યું હતું. જો કે, તપાસમાં પોલીસને કંઈ મળ્યું નહોતું. જો કે, આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઇ-મેઇલ પાકિસ્તાનથી થયો હોવાનો દાવો કર્યો છે. અગાઉ રશિયન ડોમેનનો દાવો કરવામાં આવ્યો હતો.
(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
