News of Tuesday, 14th May 2024
રાજપીપળાના વિસ્તારોમાં વરસાદ પડતાં સર્વત્ર ઠંડક: ભૂછાડ ગામમાં ઝાડ પર વીજળી પડતાં આગ લાગી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા;નર્મદા જિલ્લામાં આજે બપોર બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું જોકે વરસાદની આગાહી મુજબ રાજપીપળા સહિત નાંદોદ તાલુકાના અનેક ગામોમાં વરસાદ પડ્યો હતો જેના કારણે આકરી ગરમીથી તોબા પોકારી ઉઠેલા લોકોએ ઠંડક નો અનુભવ લીધો હતો ત્યારે જાણવા મળ્યા મુજબ નાંદોદ તાલુકાના ભુછાડ ગામમાં એક ઝાડ ઉપર વીજળી પડતા ઝાડમાં આગ લાગી હતી
નાંદોદ તાલુકાના રાજપીપળા સાથે કરજણ ડેમ સાઈટ તરફ આવેલા જુનારાજ, બારખડી, જીતગઢ, સુંદરપુરા સહિત અનેક ગામોમાં વરસાદ પડ્યો હોવાથી આકરી ગરમી સામે ઠંડક જરૂર થઈ હતી પરંતુ ખેડૂતોના ઊભા પાકને આ કમોસમી વરસાદ ના કારણે નુકશાન થશે તેવી ચિંતા સતાવી રહી હતી માટે કહી ખુશી કહી ગમ જેવી ખેડૂતોની સ્થિતિ જોવા મળી હતી.આમ ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ભુછાડ ગામમાં ઝાડ પર વીજળી પડતાં ઝાડમાં આગ લાગી હતી સદનસીબે કોઈને ઇજા થઈ નથી.
રાજપીપળામાં વરસાદ પડતાં પહેલાં જ મામૂલી પવનમાં વારંવાર લાઈટોની આવન જાવન થતા લોકો અકળાઈ ઉઠ્યા હતા વીજ કંપની દ્વારા અવાર નવાર મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવતી હોવા છતાં મામૂલી પવન માં લાઈટો જવી એ કામગીરી પર સવાલ ઉભા કરે છે.
(1:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
