તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Tuesday, 14th May 2024
એકસ બોયફ્રેન્ડે યુવતીના કાર્યસ્થળ પર પોંહચી ધમાલ કરી યુવતી સહિત સાથી કર્મચારીને ઇજા પહોંચાડતા યુવતીએ અભયમ ભરૂચની મદદ માંગી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:ભરુચ જિલ્લાના અંકલેશ્વરના એક વિસ્તારમાં યુવતીનો કોલ આવેલ જણાવે છે કે, મારા એક્સ બોયફ્રેન્ડ દ્વારા હેરાનગતિ કરાઈ છે, મારા કામકાજના સ્થળ પર આવીને ધમાલ કરી, મને તેમજ મારા સાથી કર્મચારી સાથે મારા મારી કરેલ છે, તેથી એક્સ ને સમજાવવા મને 181 હેલ્પલાઇનની મદદ જોઇએ છે.
181 ટીમ ઘટના સ્થળે પહોંચી કાઉન્સિલગ કરતાં જાણવા મળેલ કે ત્રણ ચાર વર્ષ રિલેશનમાં રહ્યાં બાદ. છેલ્લા એક વર્ષથી બંને મરજીથી છુટા પડેલ બ્રેકઅપ કરેલ, થોડા સમય બાદ યુવક તરફથી હેરાનગતિ થવા લાગી, અલગ અલગ નંબરથી કોલ,મેસેજ, ધમકી તેમ છતાં યુવતીએ સમજાવીને જવા દીધું, છતાં સુધારના આવતાં મારા કામ કાજના સ્થળે આવીને ધમાલ કરેલ મારઝૂડ કરેલ.અને મારા સાથી કર્મચારીને પણ ઇજા પહોંચાડેલ તેથી આખરે કંટાળી 181 અભયમની મદદ માંગેલ.
181 ટીમે યુવકને સમજાવેલ, સલાહ, સૂચન આપેલ, કાયદાકીય સમજ આપેલ પરંતુ યુવતીને યુવક પર વિશ્વાસ ના થતાં ફરી ઇજા પહોંચાડી શકે તેમ લાગતાં યુવક વિરુદ્ધ પોલીસ ફરીયાદ કરવા ઇચ્છતાં હતાં તેથી, 181 ટીમ યુવતીને નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જઈ ફરીયાદ નોંધાવવામાં મદદરૂપ બનેલ.
(1:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
